અનિડામાં ચૂંટણીના દિવસે બોગસ મતદાન અટકાવ્યું હોય તેનો ખાર રાખી સરપંચ સહિતનાઓનો ચાર લોકો ઉપર હુમલો કર્યો

0
950

ઘાયલ દંપતી તેના પુત્ર અને માસિયાઈ ભાઈને રાજકોટ હોસ્પિટલ માં ખસેડાયા

ગોંડલના અનિડા ગામે રાતે અગિયારેક વાગ્યે ગામના સરપંચ સહિતનાએ હુમલો કરતા એક યુવાન, તેના પત્નિ, પુત્ર અને તેમના માસીયાઇ ભાઇને ઇજા થતાં ચારેયને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં એકને પ્રાથમિક સારવાર અપાઇ હતી અને ત્રણને દાખલ કરાયા હતાં.

જાણવા મળ્યા મુજબ અનિડા રહેતાં અને કડીયા કામની મજૂરી કરતાં હસમુખભાઇ વાલજીભાઇ વિંજુડા (ઉ.વ.૪૨), તેના પત્નિ ચંપાબેન (ઉ.વ.૪૦), પુત્ર સાગર (ઉ.વ.૧૮) રાતે ઘર પાસે હતાં ત્યારે સરપંચ સામતભાઇ ભરવાડ અને તેમની સાથેના શસ્સોએ આવી ધોકા-પાઇપથી હુમલો કરતાં ઇજા થઇ હતી. બચાવવા વચ્ચે પડેલા હસમુખભાઇના માસીયાઇ ભાઇ રમેશભાઇ બધાભાઇ રાઠોડ (ઉ.વ.૪૨)ને પણ માર મારવામાં આવતાં ચારેયને ઇજા થતાં ગોંડલ સારવાર લઇ રાજકોટ સિવિલમાં ખસેડાતા સાગર, ચંપાબેન અને રમેશભાઈ ને દાખલ કરવામાં આવ્યા હતા.

હમસુખભાઇના ભાઇ મહેશભાઇએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે સામતભાઇ ગામના સરપંચ છે. ચૂંટણી વખતે અમારા સમાજના છોકરાઓએ ભાજપ તરફી બોગસ મતદાન થતું અટકાવ્યું હોઇ તે બાબતનું મનદુઃખ રાખી હુમલો કરાયો હતો. જો કે આ સીટ પર ગઇકાલે જાહેર થયેલા પરિણામમાં ભાજપનો જ વિજય થયો હતો. ગોંડલ તાલુકા પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here