ભરૂચના દહેજમાં બીજી જેટી વિકસાવવા બજેટમાં 1 હજાર 200 કરોડની ફાળવણી

0
52
  • ભાડભૂતમાં ચાર વર્ષમાં 5,322 કરોડના ખર્ચે બેરેજ યોજના બનશે
  • બેરેજ યોજનાથી જિલ્લાના પાણીનો પ્રશ્ન હલ થશે

રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલ દ્વારા આજરોજ ગુજરાતનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ જીલ્લામાં બે યોજનાઓ માટે નાણાની ફાળવણી કરવામાં આવી છે. આ બે યોજનામાં ભાડભૂત બેરેજ યોજના તથા દહેજ ખાતે નવી જેટીનો સમાવેશ થાય છે.

ભરૂચ જીલ્લા માટે ગુજરાતના બજેટમાં ૧૬૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલ દ્વારા આજરોજ જાહેરાત કરવામાં આવી હતી જેમાં ભરૂચના ભાડભૂત નજીક દરિયાનું ખારું પાણી નદીમાં આવતું અટકાવવા માટે બેરેજ યોજના આગામી ચાર વર્ષમાં રૂ. 5322 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. જેનું કામ હાલ શરુ થઇ ગયું છે આ યોજના માટે આ વર્ષે રૂ. ૧૪૫૩ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

તો દહેજ ખાતે કેમિકલ પોર્ટ ટર્મિનલના વિસ્તૃતીકરણ માટે નવી જેટી વિકસાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે રૂ. 1200 કરોડની ફાળવણી આ બજેટમાં કરવામાં આવી છે. ભાડભૂત ખાતે બેરેજ યોજના બનવાથી ભરૂચ જીલ્લામાં પાણીનો પ્રશ્ન હાલ થશે તો દહેજ ખાતે નવી જેટી બનવાથી ઉદ્યોગોને પણ તેનો ફાયદો થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here