કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીના ઇમરજન્સીવાળા નિવેદન પર પલટવાર કર્યો, તો ગુજરાતમાં ભાજપની જીત પર જુઓ શું કહ્યું…

0
73
ગુજરાતમાં ભાજપની જીત પર જાવડેકરે શુભેચ્છા પાઠવી હતી. તો રાહુલ ગાંધીના ઇમરજન્સી અને RSS પર નિવેદન અંગે જાવડેકરે પલટવાર કર્યો હતો.
  • ગુજરાતની ચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના સૂપડા સાફઃ જાવડેકર
  • રાહુલ ગાંધીને RSSને સમજવામાં બહુ સમય લાગશેઃ જાવડેકર
  • ઇમરજન્સીવાળા નિવેદન પર જાવડેકરનો પલટવાર

ગુજરાત નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. આ જીત પર કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, આનાથી એ સાબિત થાય છે કે, લોકોનો વિશ્વાસ ભાજપમાં વધી રહ્યો છે. ગુજરાતમાં ભાજપે 31 જિલ્લા પંચાયતમાં જીત દાખલ કરી છે, જ્યારે કોંગ્રેસના સૂપડા સાફ થયા છે.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, ગુજરાતમાં અમે 2017ની ચૂંટણી જીતી, ત્યાં અમે એક પ્રકારથી 38 વર્ષથી સરકારમાં છીએ, એટલા સમય સુધી જનતાનો સાથ મળવો અને એ વધતો જવો, આ રાજનીતિમાં અદભૂત ચમત્કાર છે, 81 નગરપાલિકાઓમાંથી 75 જગ્યાએ ભાજપને જીત મળી છે, કોંગ્રેસને માત્ર 1 પર જીત મળી છે.  

ગુજરાતના ખેડૂતો કૃષિ કાયદાના સમર્થનમાંઃ જાવડેકર

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, કોંગ્રેસે ઘણા પ્રયત્નો કર્યા કે આ ચૂંટણીને જીતવાના, કેટલાક ધારાસભ્ય સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ખુદ લડ્યા, ક્યાંક તેમના પરિવારના લોકોને ઉભા રાખ્યા, પરંતુ આવા તમામ ઉમેદવાર હારી ગયા, આ વિજયનો અર્થ છે કે આ ખેડૂતોના મત છે, ખેડૂત કૃષિ સુધારાઓની સાથે છે.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડે કરે કહ્યું કે, ગુજરાતના ખેડૂતોએ કૃષિ કાયદા અને તેમના સુધારા માટે લાવવામાં આવેલા કાયદાના પક્ષમાં પોતાનો મત આપ્યો છે, કૃષિ કાયદાને ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીએ મુદ્દો બનાવ્યો, પરંતુ નકારાત્મક પ્રચારને જનતાને નકારી દીધો.

રાહુલ ગાંધીને RSSને સમજવામાં બહુ સમય લાગશે

રાહુલના ઇમરજન્સીવાળા નિવેદન પર કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, રાહુલ ગાંધીને RSSને સમજવા માટે સમય જોઇએ, RSS દુનિયાનું સૌથી મોટું સંગઠન છે, જે માનવતા અને સામાજિક નૈતિકતા શિખવે છે, રાહુલ ગાંધી આને ક્યારે સમજી નહીં શકે. ત્યારે અનુરાગ કશ્યપ પર ઇન્કમ ટેક્સના દરોડાને જાવડેકરે રાજનીતિથી પ્રેરિત ન ગણાવ્યા.

ઇમરજન્સીવાળા નિવેદન પર જાવડેકરનો પલટવાર

પ્રકાશ જાવડેકરે કહ્યું કે, રાહુલ ગાંધીએ માન્યું કે ઇમરજન્સી લગાવવી ખોટું હતું, આજે હું આના પર બહુ કંઇ નથી કહેવા માંગતો, પરંતુ તેમણે એમ પણ કહ્યું કે, અમે કોઇ સંસ્થાને નથી ઉકસાવી, સત્ય છે કે તેમણે મંત્રી, સાંસદ, ધારાસભ્ય સૌને જેલમાં નાખ્યા, પ્રેસની આઝાદી છીનવી લીધી, શું-શું નથી તે સમય, રાહુલ ગાંધીને RSS અંગે જાણ નથી.
 

1975ની ઇમરજન્સીને લઈને રાહુલે આપ્યું હતું નિવેદન

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 1975ની ઈમરજન્સી ભૂલ હતી, પરંતુ ત્યારે જે થયું અને આજે જે થઈ રહ્યું છે તેમાં ફર્ક છે. રાહુલે જણાવ્યું હતું કે, અમને સંસદમાં બોલવા દેવામાં આવતા નથી. ન્યાયપાલિકાથી કોઈ આશા નથી. RSS-ભાજપની પાસે ખૂબ આર્થિક તાકાત છે. ઉદ્યોગપતિઓને વિપક્ષમાં પક્ષમાં ઊભા રહેવાની મંજૂરી નથી. લોકશાહીય અવધારણા પર આ સમજી-વિચારી ચાલ છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here