45 રૂપિયા પ્રતિ લિટર મળી શકે છે પેટ્રોલ, જાણો મોદી સરકાર શું કરી રહી છે વિચારણા

0
233
આવનારા દિવસોમાં જો પેટ્રોલ 45 રૂપિયા પ્રતિ લિટરના ભાવે મળવા લાગે તો ખરેખર નવાઇ લાગે. પરંતુ આવું થઇ શકે છે.
  • પેટ્રોલ-ડિઝલના ભાવમાં થઈ શકે ઘટાડો 
  • મોદી સરકાર લઈ શકે છે મહત્વનો નિર્ણય
  • પેટ્રોલ 45 રૂપિયા પ્રતિ લિટર મળી શકે છે

ઉલ્લેખનીય છે કે, દેશના મોટાભાગના સ્થળોએ પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચ્યો છે ત્યારે મોદી સરકાર પણ આગામી દિવસોમાં પેટ્રોલના ભાવને લઈને નિર્ણય લઇ શકે છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા પ્રમાણે નાણા મંત્રાલયે પેટ્રોલ-ડિઝલના ભાવ પર ટેક્સ ઘટાડવા મુદ્દે કેટલાક રાજ્યો, તેલ કંપનીઓ અને પેટ્રોલિય મંત્રાલય સાથે ચર્ચા કરી છે.

સામાન્ય જનતાને રાહત મળે તેવા કરાઇ રહ્યા છે પ્રયાસ

જો કે, સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે નાણા મંત્રાલય ઇચ્છી રહ્યું છે કે, એવો કોઇ રસ્તો નીકળે જેનાથી સરકારની આવક પર કોઇ અસર ન પડે અને સામાન્ય જનતાને પણ આ ભાવ વધારાથી મુક્તિ મળે.  

કેન્દ્ર સરકાર ઉત્પાદન શુલ્ક અને રાજ્ય સરકાર વેટ ઘટાડો 

દુનિયાભરના વાહનો પેટ્રોલ-ડિઝલથી ચાલી રહ્યા છે. તેના ભાવમાં થતા ફેરફારની અસર દરેક વ્યક્તિ પર પડે છે તે પછી વાહન ચલાવતો હોય કે નહીં. નોંધનીય છે કે, ફેબ્રુઆરીમાં બંન્ને ઇંધણના ભાવમાં આશરે 5 રૂપિયાનો વધારો થયો છે. હવે ઈંધણમાં ભાવ ઘટાડા માટે કેન્દ્ર સરકાર ઉત્પાદન ખર્ચ અને રાજ્ય સરકાર વેટ ઘટાડો તો પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો થઇ શકે છે.

આ રાજ્યોએ ઘટાડો વેટ 

રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આસામ, પુડ્ડુચેરી અને મેઘાયલ સરકારે તાજેતરમાં જ પેટ્રોલ-ડિઝલ પર લાગતા વેટમાં ઘટાડો કર્યો છે અને સામાન્ય જનતાને થોડી રાહત આપી છે. પેટ્રોલ-ડિઝલ પર વેટ ઘટાડવાનો સૌથી પ્રથમ નિર્ણય રાજસ્થાન સરકારે લીધો હતો. 

પેટ્રોલ-ડિઝલને GST હેઠળ લાવવામાં આવે 

કેટલાક દિવસો પહેલા મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યમે પેટ્રોલિય ઉત્પાદકોને માલ તથા સેવા કર હેઠળ લાવવાના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. સુબ્રમણ્યમે તાજેતરમાં જ ફિક્કી એફએલઓ સભ્યોએ સાથે ભારત પરિચર્ચામાં કહ્યું હતું કે, આ નિર્ણય ખૂબ જ આવકાર્ય હશે. તેનો નિર્ણય GST પરિષદે કરવાનો છે.
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here