સંપત્તિ વેચીને મળ્યાં આટલા કરોડ,દેવાદાર અનિલ અંબાણી માટે ભાઈ મુકેશ અંબાણીની Jio બની સહારો

0
224
ગયા વર્ષે મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જીઓને અનીલ અંબાણીના રિલાયન્સ ઇંફ્રાટેલની સંપત્તિના સંપાદનને મંજૂરી મળી હતી.
  • અનીલ અંબાણીની તકલીફો થઇ ઓછી 
  • 4400 કરોડ રૂપિયા મળશે
  • બધી બેઁકોનુ દેવુ થશે ચૂકતે 

હવે આ સંપાદનથી મળવાપાત્ર રકમ દ્વારા રિલાયન્સ ઇન્ફ્રાટેલનુ દેવુ ચુકતે થઇ જશે. આ દેવુ ઘણી બેઁકનું છે જેને ચૂકવવા કહેવામાં આવ્યું છે. રાષ્ટ્રીય કંપની કાયદા ન્યાયાધિકરણે દોહા બેઁકની યાચિકાને સાચી કહી છે જેમાં રિલાયન્સ ઇન્ફ્રાટેલના કરજદાતાઓને પ્રાથમિકતાના આધાર પર પૈસા ચૂકવવા માટે આગ્રહ કરવામાં આવ્યો છે. 

રિલાયન્સ ઇન્ફ્રાટેલની સંપત્તિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની અનુષંગી જીઓને વેચીને 4400 કરોડ રૂપિયા મળી છે. લેણદારોની ચૂકવણી આ જ પૈસામાંથી કરવામાં આવશે. 

કઇ બેઁકને કેટલા મળશે
સૂત્રના જણાવ્યા અનુસાર ભારતીય સ્ટેટ બેઁકને 728 કરોડ રૂપિયા, મહિમા મર્કેંટાઇલને 514 કરોડ રૂપિયા, એસવી લોવીને 511 કરોડ, વીટીબી કેપિટલ પીએલસીને 511 કરોડ રૂપિયા, દોહા બેંકને 409 કરોડ રૂપિયા, એમિરેટ્સ એનબીડીને 322 કરોડ, આઇસીબીસીને 278 કરોડ રૂપિયા તેમજ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકને 242 કરોડ રૂપિયા મળશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here