કોરોના મહામારી વચ્ચે સમગ્ર દેશમાં માત્ર ગુજરાતમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની નિમણૂક

0
378

પાયલોટ પ્રોજેક્ટમાં મહેસાણા જિલ્લામાં 319 આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી કરાઈ

ગાંધીનગર. કોરોનાની મહામારીના કારણે હાલ લોકોની ભેગા થવાની પાબંદી છે તેવા સમયમાં મહિલા બાળ કલ્યાણ વિભાગે આંગણવાડીની ઓનલાઈન ભરતી કરી છે. હાલ સમગ્ર દેશમાં ગુજરાતમાં આંગણવાડીની ઓનલાઇન ભરતી કરી છે. પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત મહેસાણા જિલ્લામાં 139 આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને ઓર્ડર અપાયા છે.

રાજ્ય સરકારનો આંગણવાડી સ્ટાફની ભરતી ઓનલાઈન કરવા નિર્ણય
મહિલા બાલ કલ્યાણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી ઓનલાઇન કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેમાં પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં 319 આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી કરવામાં આવી છે. સમગ્ર દેશમાં આ પહેલો પ્રોજેક્ટ છે. ગામડામાં કોઈ મહિલાઓ પાસે મોબાઈલ ન હોય કે કોઈ વ્યવસ્થા ન હોય તો તેમને ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર ફૉર્મ ભરી આપે છે.

ડોક્યુમેન્ટ સબમિટ કરનારને ઓનલાઈન વેરિફિકેશન કરી નિમણૂક પત્ર અપાયા
આ સમગ્ર પ્રક્રિયામાં ઓનલાઇન અરજદારો પાસે અરજી મંગાવાઈ હતી. જેમાં મહિલાઓએ તમામ ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હશે. જેની સાથે તમામ બાબત કોમ્પ્યુટરાઈઝ કરવામાં આવી છે અને કોઈ ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા ન હતા. તેની સાથે તમામને ઓનલાઇન વેરિફિકેશન થયા બાદ લાયકાત અને મેરિટના આધારે નિમણૂક પત્ર પણ આપવામાં આવ્યા છે. હવે આગામી તમામ ભરતી પણ ઓનલાઇન પ્રક્રિયાથી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here