બેંગ્લુરુ રહેવા માટે ભારતનું શ્રેષ્ઠ શહેર, ગુજરાતના ત્રણ શહેરો ટૉપ ટેનમાં

0
104
દેશમાં રહેવાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ શહેરોની યાદી જાહેર કરી છે જેમાં ગુજરાતના શહેરોની બોલબાલા છે.
  • રહેવાની દ્રષ્ટિએ ભારતના શ્રેષ્ઠ શહેર જાહેર
  • ભારતમાં રહેવા માટે બેંગ્લુરુ સૌથી શ્રેષ્ઠ
  • અમદાવાદ, વડોદરા અને સુરત શ્રેષ્ઠ શહેર
  • ગુજરાતની રાજધાની ગાંધીનગર પણ શ્રેષ્ઠ શહેર

કેન્દ્રીય આવાસ અને શહેર મંત્રાલયે ભારતના રહેવાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ શહેર કર્યા જાહેર 

કેન્દ્રીય આવાસ અને શહેરી મામલાના મંત્રાલયે ગુરુવારે ઈઝ ઓફ લિવિંગ ઇંડેક્સ રેન્કિંગ-2020 જાહેર કરી છે જેમાં રહેવાની દ્રષ્ટિએ ભારતમાં સૌથી શ્રેષ્ઠ શહેરોમાં ગુજરાતના શહેરોએ બાજી મારી છે. ટોપ-10 શહેરોમાં ગુજરાતના શહેરો સૌથી વધારે જોવા મળી રહ્યા છે. 

10 લાખથી વધુ વસતી ધરાવતાં શહેરોમાં અમદાવાદ ત્રીજા નંબરે

કેન્દ્રીય આવાસ અને શહેર મંત્રાલયે ભારતના રહેવાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ શહેર જાહેર કર્યા છે. આ શ્રેષ્ઠ શહેરોની યાદીમાં ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગર શહેરનો પણ સમાવશે થયો છે. 10 લાખથી વધુ વસતી ધરાવતાં શહેરોમાં બેંગ્લુરુ સૌથી શ્રેષ્ઠ શહેર જાહેર કરાયું છે તો 10 લાખથી ઓછી વસતી ધરાવતાં શહેરોમાં સિમલા સૌથી બેસ્ટ શહેર જાહેર થયું છે.

10 લાખથી ઓછી વસતી ધરાવતાં શહેરોમાં સિમલા સૌથી બેસ્ટ 

10 લાખથી વધુ વસતી ધરાવતાં શહેરોમાં અમદાવાદનો ત્રીજો નંબર, સુરતનો પાંચમો નંબર અને વડોદરા આઠમાં નંબરે સ્થાન પામ્યું છે. 10 લાખથી ઓછી વસતી ધરાવતાં શહેરોમાં ગુજરાતની રાજધાની ગાંધીનગરને પણ 7માં નંબરે સ્થાન મળ્યુ છે. નોંધનીય છે કે રહેવાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ શહેરોની યાદીમાં દેશની રાજધાની દિલ્લીને સ્થાન નથી મળ્યું. ઈઝ ઓફ લીવિંગ ઈંડેક્સમાં ભારતના 111 શહેરોએ ભાગ લીધો હતો જેમાં શહેરોમાં રહેવાની ગુણવત્તા, સુરક્ષા, વિકાસ, હેલ્થ અને શિક્ષણ જેવી સુવિધા આધારે સર્વે કરી ભારતના શ્રેષ્ઠ શહેરોની યાદી જાહેર કરાઈ હતી. 

10 લાખથી વધુ વસતીવાળા શહેરોનુ રેંકિંગ 
1-બેંગ્લુર
2-પૂણે
3-અમદાવાદ
4-ચેન્નાઈ
5-સુરત
6-નવી મુંબઈ
7-કોઈમ્બતૂર
8-વડોદરા
9-ઈન્દોર
10-ગ્રેટર મુંબઈ

10 લાખથી ઓછી વસ્તીવાળા શહેરોનું રેંકિંગ 
1-સિમલા
2-ભુવનેશ્વર
3-સિલ્વાસા
4-કાકિનાડા
5-સેલમ
6-વેલ્લોર
7-ગાંધીનગર
8-ગુરુગ્રામ
9-દાનવગેરે
10-તિરુચિરાપલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here