અમદાવાદ:નવા મેયર, ડેપ્યુટી મેયરની 10 માર્ચે જાહેરાત થશે, નવા ચૂંટાયેલા 192 કાઉન્સિલરોની પ્રથમ બેઠક મળશે

0
50

પાલડી ટાગોર હોલની ફાઈલ તસવીર

  • અમદાવાદના મેયર, ડેપ્યુટી મેયરની 10 માર્ચના રોજ જાહેરાત થશે, નવા ચૂંટાયેલા 192 કાઉન્સિલરોની પ્રથમ બેઠક મળશે

મહાનગરપાલિકાની ચૂંટણીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. ત્યારે કોર્પોરેશનના ચૂંટાયેલા તમામ 192 કાઉન્સિલરોની પ્રથમ બેઠક 10 માર્ચ બુધવારના રોજ બોલાવી છે. કોરોના મહામારીને પગલે દાણાપીઠને બદલે પાલડી ટાગોર હોલ ખાતે બેઠક યોજાશે. દરમિયાન મેયર, ડેપ્યુટી મેયર સહિતની નિમણૂક થશે.

નવા 192 મ્યુનિસિપલ કાઉન્સિલરોની પ્રથમ બેઠક
ભાજપે અમદાવાદ કોર્પોરેશનમાં ફરી સત્તા હાંસલ કરી છે ત્યારે અમદાવાદના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી અને ટ્રાન્સપોર્ટ કમિટીના સભ્યોની નિમણૂક માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ચૂંટાયેલા તમામ 192 કાઉન્સિલરોની પ્રથમ બેઠક 10 માર્ચ બુધવારના રોજ બોલાવી છે. સામાન્ય રીતે બેઠક એટલે કે પ્રથમ બોર્ડ મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્યાલય દાણાપીઠ ખાતે મળતું હોય છે પરંતુ કોરોના સંક્રમણના કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે હેતુથી પાલડી ટાગોર હોલ ખાતે બોલાવવામાં આવી છે.

મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારની હાજરી બેઠક
બુધવારે સવારે 11 કલાકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર મુકેશકુમારની હાજરીમાં મળનારી આ બેઠકમાં 48 વોર્ડના ચૂંટાયેલા તમામ 192 કાઉન્સિરો હાજર રહેશે. તેમની હાજરીમાં મેયર અને ડેપ્યુટી મેયરની જાહેરાત કરવામાં આવશે. ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટી અને તેના ચેરમેન, ટ્રાન્સપોર્ટ કમિટીના 8 સભ્યોની પણ જાહેરાત કરવામાં આવશે. તમામ કાઉન્સિલરોને હાજર રહેવા મ્યુનિસિપલ સેક્રેટરી દ્વારા જાણ કરી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here