નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા દર્શકોને અમૂલે બાનમાં લીધા,છાશથી લઈને આઈસક્રીમના ભાવ ડબલ

0
143

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમૂલની લગભગ તમામ પ્રોડક્ટ્સના ભાવ આસમાને, ક્રિકેટ રસીકોની ભૂખ અને તરસનો ખોટો ફાયદો ઉઠાવાઈ રહ્યો છે

  • ક્રિકેટ ચાહકોને ભારે ગરમીમાં પણ પાણીની બોટલ સ્ટેડિયમમાં નથી લાવવા દેતા
  • દર્શકોના ક્રિકેટ પ્રેમનો ફાયદો ઉઠાવીને અમૂલ દ્વારા સ્ટેડિયમમાં ભારે લૂંટ મચાવવામાં આવી રહી છે
  • ખાણી-પીણીની તમામ વાનગીઓના પણ ભાવ આસમાને, GCAના સત્તાવાળાઓની પણ મૂકસંમતિ

અત્યારે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ ચાલી રહી છે. અહીંયા 50 ટકા જેટલી બેઠક ક્ષમતા સાથે દર્શકોને મેચ જોવા માટેની પરવાનગી આપી દેવામાં આવી છે. જેથી દેશ-વિદેશથી અહીંયા ક્રિકેટ પ્રેમીઓ મેચ જોવા માટે સ્ટેડિયમ ખાતે આવી રહ્યા છે. તેવામાં દર્શકોને સ્ટેડિયમની અંદર કોઈપણ પ્રકારની ખાવા-પીવાની વસ્તુઓ લઈ જવાની પરવાનગી સ્ટેડિયમના અધિકારીઓએ આપી નથી. અત્યારે ભારે ગરમીમાં લોકોને પાણીની બોટલ પણ લઈ જવાની પરવાનગી આપવામાં ન આવતા દર્શકોની હાલત કફોડી બની જવા પામી છે.

સ્ટેડિયમમાં અમૂલના પ્રોડક્ટ્સનું પ્રાઈઝ મેનૂ

સ્ટેડિયમમાં અમૂલના પ્રોડક્ટ્સનું પ્રાઈઝ મેનૂ

તમામ અમૂલ પ્રોડક્ટોના ભાવ સ્ટેડિયમમાં ડબલ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમૂલે પણ પોતાની લગભગ તમામ પ્રોડક્ટોના ભાવ ડબલ કરી દીધા છે. બહાર અમૂલના શૉપ પર જે આઈસક્રીમ કોનની કિંમત 25 રૂ છે, તેને અહીંયા 40થી 50 રૂમાં વેચવામાં આવી રહ્યો છે. ત્યારે અમૂલની લગભગ તમામ પ્રોડક્ટોના ભાવને ડબલ કરીને સ્ટેડિયમમાં વેચવામાં આવી રહ્યો છે. અમુલ મસ્તી છાશની બોટલની કિંમત 50 રૂપિયા છે. પરંતુ સ્ટેડિયમમાં 30 રૂપિયાનો એક ગ્લાસ વેચાય છે. જેથી એક બોટલમાંથી અંદાજે 4 ગ્લાસ ભરાય છે. સ્ટેડિયમમાં આવેલા દર્શકોને 50 રૂની બોટલમાંથી 30-30 રૂ. કરીને 4-5 ગ્લાસ વેચીને ડબલથી ત્રીપલ નફો વસૂલવામાં આવે છે. આમ અમૂલ દ્વારા સ્ટેડિયમમાં ભારતીય ટીમને સપોર્ટ કરવા માટે આવતા લોકોને જ લૂંટવાનો કારસો ચલાવવામાં આવી રહ્યો છે. જ્યારે ત્યાં વેચાણ કરતા લોકોને આ વાતની ફરિયાદ કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું કે, સ્ટેડિયમ માટે આ ભાવ નક્કી કરવામાં આવ્યા છે.

સ્ટેડિયમમાં આવેલા દર્શકોને 50 રૂની બોટલમાંથી 30-30 રૂ.ના એક ગ્લાસમાં છાશ વેચાય છે

સ્ટેડિયમમાં આવેલા દર્શકોને 50 રૂની બોટલમાંથી 30-30 રૂ.ના એક ગ્લાસમાં છાશ વેચાય છે

નોર્મલ ફાસ્ટફૂડના ભાવ પણ આસમાને
અમૂલ જ નહીં પરંતુ સામાન્ય ખાણી-પીણીની વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચાડી દેવાયા છે. ચા- કોફીથી લઈને સમોસા, બર્ગર, સેન્ડવીચ જેવી અન્ય તમામ ફાસ્ટફૂડની વાનગીઓને પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ડબલ ભાવ સાથે વેચવામાં આવી રહી છે. એક બાજુ 10 રૂ.નો એક ગ્લાસ પાણી અપાય છે. તો આવી ભડભડતી ગરમીમાં આખી ટેસ્ટમેચ જોવા માટે આવેલા લોકોને પાણી પીવા માટે પોતાના ઘરેથી બોટલ લાવવાની પણ પરવાનગી આપી નથી અને મનફાવે તેમ ભાવ ચઢાવીને લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવાઈ રહ્યો છે. તેવામાં ભૂખ અને તરસના કારણે લોકો તડપી રહે તેવી સ્થિતિ ઉભી થઈ ગઈ છે.

સ્ટેડિયમમાં નોર્મલ ખાણી-પીણીની વાનગીઓમાં પણ ડબલ ભાવ કરાયો

સ્ટેડિયમમાં નોર્મલ ખાણી-પીણીની વાનગીઓમાં પણ ડબલ ભાવ કરાયો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here