વડોદરા:સજીધજીને તૈયાર થયેલી કન્યાનું વિદાય પહેલાં જ ચક્કર આવતાં મૃત્યુ થયું, કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

0
119

સયાજી હોસ્પિટલમાં નવવધૂનો મૃતદેહ અને સજીધજીને તૈયાર થયા બાદની તેની ફાઈલ તસવીર.

  • યુવતીને ચક્કર આવ્યા બાદ હોસ્પિટલમાં ડોક્ટરે મૃત જાહેર કરી, કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો
  • વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા પરિવારમાં દીકરીના લગ્નની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં સપ્તપદીના ફેરા ફર્યા બાદ સજીધજીને તૈયાર થયેલી નવવધૂને વિદાય સમયે ચક્કર આવતા હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તેનું મૃત્યુ થયું હતું. નવવધૂના મોત બાદ કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ કોરોનાનો રિપોર્ટ કઢાવતા પોઝિટિવ આવ્યો હતો. કોરોનાની ગાઇડલાઇન નવવધૂની પરિવારજનો દ્વારા અંતિમવિધિ કરવામાં આવી હતી. નવવધૂ પોતાના ભરથાર સાથે સાંસારીક જીવનની શરૂઆત કરે તે પહેલાં જ મૃત્યું થતાં પરિવારજનોની લગ્નની ખુશી શોકમાં ફેરવાઇ ગઇ હતી.

પહેલી માર્ચે લગ્ન બાદ કન્યા બીમાર થતાં આજે વિદાયનું મુહૂર્ત હતું
વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી 37, ક્રિષ્ણા ટાઉનશિપ-1માં રહેતા મુક્તાબહેન સોલંકી(ઉં.વ.45) અને તેમની જ ક્રિષ્ણા ટાઉનશિપમાં મકાન નંબર-એ-101માં રહેતા હિમાંશુભાઇ શુક્લાવચ્ચે પ્રેમ સંબધ હતો. પહેલી માર્ચના રોજ પરિવારજનોની ઉપસ્થિતીમાં લગ્ન થયા હતા. લગ્ન બાદ મુક્તાબહેન શુક્લાને તાવ આવ્યો હતો. બે દિવસ સ્થાનિક ફેમિલી ડોક્ટરની દવા લીધી હતી. ફેમિલી ડોક્ટરની દવા લીધા બાદ થોડો આરામ થયા બાદ પરિવારજનો દ્વારા આજે મુક્તાને સાસરીમાં વિદાય આપવા માટેનું મૂહુર્ત કાઢવામાં આવ્યું હતું.

સજીધજીને તૈયાર થયેલી કન્યાનો મૃતદેહ

સજીધજીને તૈયાર થયેલી કન્યાનો મૃતદેહ

દીકરીને વિદાય આપવા માટે પરિવારમાં ખુશીનો માહોલ હતો
આજે ગુરૂવારે સવારે મુક્તાને વિદાય આપવાની હતી. પરિવારજનોમાં મુક્તાને ભાવભરી વિદાય આપવામાં ભારે ખુશીનો માહોલ હતો. સૌકોઇ પરિવારજનો મુક્તાને વિદાય આપવા માટે આવી પહોંચ્યા હતા. બે દિવસ પહેલાં મનના માણીગર હિમાંશુ સાથે સપ્તપદીના સાત ફેરા ફરનાર મુક્તા પણ પોતાના ભરથાર હિમાંશુ સાથે સાંસારીક જીવનની શરૂઆત કરવા માટે ખુશ હતી. તાવના કારણે મુક્તાબહેન અશક્ત હતા. પરંતુ, તેઓના ચહેરા ઉપર પતિ ગૃહે જવા માટે અનેરો ઉત્સાહ હતો. કારણ કે મુક્તાનું તેના મનગમતા ભરથાર હિમાંશુ સાથે લગ્ન થતાં, તેઓની ખુશીનો પાર ન હતો.

યુવતી સોળે શણગાર સજીને તૈયાર થઇ પણ ચક્કર આવ્યા બાદ મોત થયું
લગ્ન પૂર્વે સાંસારીક જીવનના સોનેરી સપના જોનાર મુક્તા પતિ ગૃહે જવા માટે સોળે શણગાર સજીને તૈયાર થઇ ગઇ હતી. મુક્તાને વિદાયની ઘડીઓ આપવામાં આવી રહી હતી. તેજ સમયે એકાએક મુક્તાને ચક્કર આવતા તે સ્થળ પર ફસડાઇ પડી હતી. મુક્તાના વિદાય સમારંભમાં આવેલા લોકોએ તુરંત જ 108 એમ્બ્યુલન્સ બોલાવી લીધી હતી અને મુક્તાને બેભાન અવસ્થામાં સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. હોસ્પિટલમાં તબીબોએ સારવાર આપતા પૂર્વે જ મૃત જાહેર કરતા પતિ હિમાંશુ શુક્લા સહિત પરિવારજનો ઉપર આભ ફાટ્યું હતું. હોસ્પિટલમાં પરિવારજનોના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. બીજી બાજુ આ બનાવની જાણ ક્રિષ્ણા ટાઉનશિપમાં થતાં ટાઉનશિપમાં પણ ગમગીની ફેલાઇ ગઇ હતી.

કોરોના ગાઇડલાઇન પ્રમાણે યુવતીના અંતિમ સંસ્કાર કરાયા

કોરોના ગાઇડલાઇન પ્રમાણે યુવતીના અંતિમ સંસ્કાર કરાયા

કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે અંતિમવિધિ કરાઈ
નવોઢા મુક્તા શુક્લાનું અવસાન થયા બાદ હોસ્પિટલમાં કોવિડ19ની ગાઇડ લાઇન મુજબ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. મુક્તાનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવતા હોસ્પિટલ દ્વારા કોવિડ-19ની ગાઇડ લાઇન મુજબ પરિવારજનોને મુક્તાનો મૃતદેહ અંતિમવિધિ માટે આપવામાં આવ્યો હતો. બીજી બાજુ આ બનાવની જાણ લક્ષ્મીપુરા પોલીસ મથકને કરવામાં આવતા એ.એસ.આઇ. નટવરભાઇ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સયાજી હોસ્પિટલમાં યુવતીના મૃતદેહને રાખવામાં આવ્યો હતો

સયાજી હોસ્પિટલમાં યુવતીના મૃતદેહને રાખવામાં આવ્યો હતો

પત્ની ઘરમાં પગ મૂકે તે પહેલા જ મોત થતાં પતિને આઘાત લાગ્યો
એગ્રીકલ્ચરમાં વપરાતી ચિજવસ્તુઓના વ્યવસાય સાથે સંકળાયેલ હિમાંશુ પણ પોતાની પ્રેમિકા મુક્તા સાથે લગ્ન થયું હોવાથી ખુશ હતો. પરંતુ, મુક્તા લગ્ન કરીને પોતાના ઘરે આવે તે પહેલાં જ તેનું અવસાન થતાં સ્તબ્ધ થઇ ગયો હતો. ગોત્રી ક્રિષ્ણા ટાઉનશિપમાં બનેલા આ બનાવે વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here