ગોંડલ માલવિયાનગરમાં હડકાયા શ્વાને શ્રમિકના બાળકને બચકા ભર્યા હડકાયુ શ્વાન બચકું ભરવા ઘણખૂંટના ગળે ચોંટી ગયું હતું અને તેને ધણખૂંટે ઢીંકે ચડાવ્યું

0
255

હાદસો કા શહેર ગોંડલમાં રોજિંદા નિત નવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે માલવયા નગરમાં રમત રમી રહેલ શ્રમિક ના બાળક ને હડકાયા શ્વાને બચકું ભરતા બૂમાબૂમ મચી જવા પામી હતી લોકોના ટોળા એ હાકલા પડકારા કરી લાકડીઓ લઈ પાછળ દોડી શ્વાન ને તગેડયું હતું બાદમાં બાળકને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલે લઇ જવાયું હતું.

આ સમય દરમિયાન હડકાયા શ્વાનને માલવિયાનગર વિસ્તારને બાનમાં લીધું હોય થોડે દૂર હડકાયુ શ્વાન ધણખૂંટ ને બચકું ભરવા ગળે ચોંટી ગયું હતું અને ધણખૂટે શ્વાન ને ઢીંકે ચડાવતા ત્યાંથી ભાગ્યું હતું અને ખાડામાં ગબડી પડતા તેનું મોત નીપજ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here