જામનગરમાં જુગાર રમતી 6 મહિલા સહિત 7 પકડાયા

0
312

ઘોડીપાસા ખેલતા આઠ ખેલંદા પોલીસના સકંજામાં સપડાયા, જુદા જુદા ત્રણ દરોડામાં 21 ઝબ્બે,રોકડ સહિતની મતા કબજે

શરૂ સેકશન રોડ પર ફલેટમાં બાજી મંડાણી’તી, પોલીસ ત્રાટકતા હો-હા મચી ગઈ: કાલાવડમાંથી પણ 6 જુગારી ઝડપાયા


 જામનગરમાં શરૂ સેકશન રોડ નજીક સરલાબેન આવાસ કોલોની ખાતે એક ફલેટમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતી છ મહિલા સહિત સાતને પકડી પાડયા હતા.જયારે ખોજાવાડ પાસે ઘોડીપાસા ખેલતા આઠ શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ શહેરમાં શરૂ સેકશન રોડ પર સરલાબેન આવાસ કોલોનીમાં એક ફલેટમાં જુગાર ચાલતો હોવાની બાતમી પરથી સીટી સી પોલીસે ફિરોઝ આમદભાઇ મેંડાના ફલેટમાં દરોડો પાડયો હતો.જે દરોડા દરમિયાન અમુક મહિલા જુગાર રમતી માલુમ પડી હતી.

આથી પોલીસે મકાનધારક ફિરોઝ મેંડા ઉપરાંત અલ્કાબા ઘનશ્યામસિંહ જાડેજા,સોનલબા દિનેશસિંહ, મનીષાબેન અમીતભાઇ,શ્રધ્ધાબેન પંકજભાઇ, સંધ્યાબેન ઘનશ્યામભાઇ જેઠવાણી અને નરગીશબેન સહિતને પકડી પાડી રૂ. 10,130ની રોકડ સહિતની મતા કબજે કરી હતી. શહેરના ખોજાવાડ વિસ્તારમાં પોલીસે ઘોડીપાસાનો જુગાર રમતા સરફરાજ ગફારભાઇ, કાદર બાબુભાઇ,મહમદ હુશેનભાઇ,સાહિલ હમીદભાઇ, બશીર ઇસ્માઇલભાઇ, યસુફ ઉર્ફે ટકો અલીમામદભાઇ, મહદ ઉર્ફે હાંડી ઓસમાણભાઇ અને રીઝવાન સહિત આઠને પકડી પાડી રૂ.14,800ની રોકડ સહિતની મતા કબજે કરી હતી.જયારે કાલાવડમાં ગોદળીયા વાસ પાસેથી ટાઉનપોલીસે જુગાર રમતા મેહુલ જયંતભાઇ,નવઘણ સંજયભાઇ, રાહુલ જયંતીભાઇ, ટપુ રમણીકભાઇ, અને અજીત વેરશીભાઇને પકડી પાડી રૂ.10,200ની રોકડ કબજે કરી હતી. પોલીસે તમામ સામે કાર્યવાહી હાથ ધરી છે.

એહવાલ: સાગર સંઘાણી, જામનગર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here