એક સામાન્ય પરિવારની યુવતી IPS બની અને 41 વખત થઇ બદલી, જાણો વિગતે…

0
524

કર્ણાટકઃ એક સાધારણ પરિવારમાં દીકરીનો જન્મ થયો તો પિતાએ સ્વપ્ન જોયા હતા કે તેમની દીકરી કાંઇક મોટું કરશે અને તેમનું નામ રોશન કરશે. બાળપણથી જ દીકરીને ભણાવી-ગણાવી દેશની સેવા કરવાનું શિક્ષણ અને સંસ્કાર આપ્યા હતા. પિતાએ ફક્ત આઠ વર્ષની ઉંમરમાં જ દીકરીને શીખવવાનું શરૂ કરી દીધું કે તેને એક દિવસે પોલીસમાં જઇને દેશ અને સમાજની સેવા કરવાની છે. આ ઘટના કર્ણાટકના એક દૂરસંચાર એન્જિનિયરની દીકરી આઇપીએસ ડી રૂપાની છે. ડી રૂપા કર્ણાટકની પ્રથમ મહિલા આઇપીએસ અધિકારી છે. કર્ણાટક પોલીસમાં રૂપા ઇન્સ્પેક્ટર જનરલ એટલે કે આઇજી રહી છે. આઇપીએસની સક્સેસ સ્ટોરીમાં આજે અમે તમને લેડી દબંગના સંઘર્ષની વાત કરી રહ્યા છીએ.

રૂપાનો એક સાધારણ પરિવારમાં જન્મ થયો હતો. તેના પિતા એસ.દિવાકર એક દૂરસંચાર વિભાગમાં એન્જિનિયર હતા અને માતા હેમાવતી પોસ્ટ વિભાગમાં કામ કરતી હતી. હાલમાં બંન્ને નિવૃત છે. રૂપાની એક નાની બહેન છે જેનું નામ રોહિણી છે. તે પણ આઇઆરએસ અધિકારી છે અને ચેન્નઇમાં આયકર વિભાગમાં જોઇન્ટ કમિશનરના રૂપમાં કાર્યરત છે.

તેમણે પોતાના સંઘર્ષની વાત કરતા જણાવ્યું હતું કે, જ્યારે હું આઠ વર્ષની હતી ત્યારે મારા પિતાએ મને એક સ્વપ્ન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે, દીકરી તારે આઇએએસ અથવા આઇપીએસ અધિકારી બનવું જોઇએ. તેમણે મને સમજાવ્યું કે, એક વહીવટી સેવા અને પોલીસ સેવા શું છે. એ સમયે મને કાંઇ ખ્યાલ ના આવ્યો પરંતુ આઇપીએસની વાત મારા મગજમાં છપાઇ ગઇ હતી.

રૂપા ભરતનાટ્યમ ડાન્સર પણ છે. વર્ષ 2000બેન્ચની આઇપીએસ અધિકારી ડી રૂપા પોતાના કરિયરમાં અનેક કાર્યવાહીઓ કરી છે. તેણે આઇએએએસ મુનીશ મૌદગિલ સાથે લગ્ન કર્યા છે. અનેકવાર નેતાઓ સાથે ટકરાવના કારણે રૂપાની 18 વર્ષમાં 41થી વધુ વખત તેનું ટ્રાન્સફર થઇ ચૂકી છે. તે કર્ણાટકની એવી આઇજી રહી કે લોકો તેમના નામથી કાંપતા હતા.

રૂપાને નાની ઉંમરથી ખાખી વર્દી પહેરવાનો શોખ હતો. રૂપા ફક્ત 24 વર્ષની હતી ત્યારે તે 2000માં પોલીસ વિભાગમાં જોઇન થઇ હતી. તેમણે પ્રથમ પ્રયાસમાં યુપીએસસીની પરીક્ષા 43 અંકો સાથે અખિલ ભારતીય રેન્ક સાથે પાસ કરી અને આઇપીએસની ટ્રેનિંગમાં પોતાની બેન્ચમાં પાંચમું સ્થાન હાંસલ કર્યું હતું. તે એક સારી નિશાનેબાજ છે અને એનસીસી કૈડેટના રૂપમાં શૂટિંગ સ્પર્ધા દરમિયાન અને રાષ્ટ્રીય પોલીસ એકેડમીમાં આઇપીએસની ટ્રેનિગ દરમિયાન કૌશલનું પ્રદર્શન કર્યું હતું.

તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના નજીકના શશિકલાને જેલમાં વીવીઆઇપી સુવિધાઓ મળી રહી હોવાનો ખુલાસો રૂપાએ જ કર્યો હતો. રૂપાના રિપોર્ટથી ખળભળાટ મચી ગયો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે જેલના અધિકારીઓએ બે કરોડ રૂપિયા લઇને જેલની અંદર શશિકલા માટે રસોડું બનાવ્યું હતુ. રૂપા સોશિયલ મીડિયા પર પણ એક્ટીવ રહે છે. તેની ફેન ફોલોઇંગ લાખોમાં છે. સોશિયલ મીડિયા પર તે સેલ્ફી પોસ્ટ કરતી રહે છે.

તેમણે રાજ્યમાં હોમ ગાર્ડ્સ અને સિવિલ ડિફેન્સનું નેતૃત્વ કર્યું હતું. આ અગાઉ તે ડીઆઇજી (જેલ)ના પદ પર હતી ત્યારે તે ચર્ચામાં રહી હતી. તેણએ ભ્રષ્ટાચારમાં કર્ણાટકની જેલમાં બંધ તમિલનાડુની એઆઇએડીએમકે નેતા શશિકલાની અંદર મળનારી વીઆઇપી સુવિધાઓનો ભંડાફોડ઼ કર્યો હતો. રૂપા 2004માં એક વોરંટ બજાવવા માટે કર્ણાટકથી ઉમા ભારતીની ધરપકડ કરવા એમપી માટે રવાના થઇ ગઇ હતી. અને તે સમયે ઉમા ભારતી મુખ્યમંત્રી હતા.

જોકે, રૂપા પહોંચી તે અગાઉ ઉમા ભારતીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતુ. તે સમયે રૂપા કર્ણાટકના ધારવાડ જિલ્લાની એસપી હતી. વાસ્તવમાં 2003 ચૂંટણીમાં ઉમા ભારતી મુખ્યમંત્રી બની ત્યારે તેના વિરુદ્ધ દસ વર્ષ જૂના મામલામાં બિન જામીન પાત્ર વોરંટ કાઢવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here