સુરતઃ પહેલા વેકેશનમાં ગામડે કે મામાના ઘરે ભાણેજ જાય અને જતાની સાથે તોફાન શરૂ કરી દે ત્યારે વડીલો કહેતા આવ્યા એવા જણાયા, સુરતમાં પણ આવું જ કાંઈક બન્યું છે. હાલમાં જ સુરતની જનતાએ કોંગ્રેસને જાકારો આપી પહેલી વખત ગુજરાતમાં મોટા પાયે ચૂંટણી લડનારી આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મુક્યો છે. સુરતમાં કોર્પોરેટરે ઠરાવ વગર જ યોગી ગાર્ડનનું નામ બદલીને પાટીદાર ગાર્ડન નામ આપી દીધું. સ્વાભાવીક પણે અહીં લોકોમાં લાંબા સમયથી ગાર્ડનનું નામ પાટીદાર ગાર્ડન થાય તેવી ઈચ્છા હતી. કોર્પોરેટર તરીકે તેમણે આ પુરી કરવી તેમાં ખોટું નથી પરંતુ કોર્પોરેશનમાં ઠરાવો વગર જ સીધું આપખુદીથી આવું કરવું તે તંત્રને યોગ્ય લાગ્યું નહીં. કમિશનરે પોતે કહ્યું કે આવી મનમાની ચલાવી લેવાશે નહીં.
એ પણ અહીં જાણવા જેવું છે કે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને લોકોએ રાત્રે ભેગા મળી કોર્પોરેટરને બોલાવ્યા પણ તે ન જઈ શક્તા સહમતી આપતા લોકોએ નામ બદલી નાખ્યું. જોકે બાદમાં કાઉન્સિલરે પાલિકામાં રજૂઆત કરીને લોકોના હિતમાં સમતી લઈશું. તેવું કહ્યું હતું. જોકે કમિશનર બંછાનિધિએ કહ્યું કે, જનરલ બોર્ડ બેઠકમાં ઠરાવ પસાર કર્યા પછી જ નામ બદલવું જોઈએ, લોકો કે કોઈની મન માની ચાલી ન શકે. વિવાદ ચાલતા આખરે બોર્ડમાં પાછું યોગી ગાર્ડન કરી દેવાયું હતું.

યોગી ચોક વિસ્તારમાં કોર્પોરેશનનો એક બગીચો છે જેનું નામ યોગી ગાર્ડનથી બદલી આમ આદમી પાર્ટી દ્વારા પાટીદાર ગાર્ડન કરવામાં આવ્યું. કોર્પોરેટર ધર્મેશ ભંડેરી, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને કેટલાક સ્થાનીકોએ મળીને રાત્રીના સમયે ગાર્ડનનું નામ કરણ કરી નાખ્યું હતું. જોકે વિવાદ થતાં ભૂલનો સ્વિકાર કરી આખરે જે નામ પહેલા હતું તે જ કરી દેવામાં આવ્યું હતું.
ધર્મેશ ભંડેરીનું કહેવું છે કે, આ વિસ્તારમાં પાટીદારોની સંખ્યા વધુ છે. આ ગાર્ડનને અગાઉ લોકોએ જ પાટીદાર ગાર્ડન નામ આપ્યું હતું પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ યોગી ગાર્ડન નામ આપ્યું હતું. લોકો આ કારણે નારાજ થયા હતા. સ્થાનીક લોકોએ અમને આ અંગે રજૂઆત કરી અને અમે લોકોની લાગણીને ધ્યાને રાખતા ગાર્ડનનું નામ પાટીદાર આપ્યું છે. અમે આ અંગે કમિશનરને રજૂઆત કરીને નામ લોકોની ઈચ્છા પ્રમાણે રાખવા પ્રયત્નો કરીશું.