આજ રોજ અરવલ્લી જિલ્લા ભાજપા સંગઠન દ્વારા નવા ચૂંટાયેલ કાર્યકર્તા નું વિજયોત્સવ સંમેલન અને અભ્યાસવર્ગ યોજાયો

0
69

અરવલ્લી જિલ્લા માં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત નગરપાલિકા માં ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારો નો જંગી વિજય થતા આજ રોજ અરવલ્લી જિલ્લા ભાજપા સંગઠન દ્વારા કુમ કુમ પાર્ટી પ્લોટ મોડાસા ખાતે ચૂંટાયેલા કાર્યકર્તા, ચૂંટણી ઇન્ચાર્જો અને અપેક્ષીત કાર્યકર્તા નું વિજયોત્સવ સંમેલન અને અભ્યાસવર્ગ યોજવામાં આવ્યો


આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષા કુમારી કૌષલ્યાકુંવર બા, સાબરકાંઠા – અરવલ્લી સાંસદ દીપસિંહ રાઠોડ, પ્રદેશ ના નિયુક્ત જિલ્લા ના ચૂંટણી ઇન્ચાર્જ રાજેશભાઇ પાઠક, જિલ્લા પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલ, જિલ્લા ના ચૂંટણી ઇન્ચાર્જ અને જિલ્લા પૂર્વ પ્રમુખ ભરતસિંહજી રહેવર, જિલ્લા મહામંત્રી ભીખાજી ઠાકોર, શૈલેષભાઇ ભોઇ, હસમુખભાઇ પટેલ,જિલ્લા ઉપપ્રમુખ શામળભાઇ પટેલ,જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ કનુભાઇ પટેલ, અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ના હમશકલ સદાનંદ નાયક વિશેષ ઉપસ્થિત રહ્યા હતા..


આ સંમેલન માં જિલ્લા ભાજપા પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલ દ્વારા સૌને આવકારતા અભિવાદન અને સ્વાગત પ્રવચન કરી વંદેમાતરમ ગાન દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી આ પ્રસંગે મંચસ્થ ઉપસ્થીત મહાનુંભાઓ દ્વારા ચૂંટાયેલા સૌ ઉમેદવારો ને સંગઠનાત્મક અને ચૂંટાયા પછી હોદ્દો ની ગરીમા સમજાવી અનુભવ ના નીચોડ નું સત્વ પીરસી અને વિશેષ માર્ગદર્શન આપી અભિવાદન કરવામાં આવ્યું હતું, ત્યારે સમગ્ર સંમેલન માં ઉપસ્થીત કાર્યકર્તા નો જિલ્લા મહામંત્રી ભીખાજી ઠાકોર દ્વારા આભાર માની કાર્યક્રમને પૂર્ણ કરાયો હતો, સમગ્ર બેઠક નું સંચાલન જિલ્લા મહામંત્રી હસમુખભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું..

અહેવાલ- જગદીશ પ્રજાપતિ, અરવલ્લી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here