રાજકોટ જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક 1300ને પાર, જુનાગઢમાં 1નું મોત

0
414

રાજકોટમાં કોરોના કેસ વધ્યા બાદ હવે મૃત્યુ આંક પણ વધ્યો

રાજકોટ. સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે જૂનાગઢમાં વોર્ડ નંબર 10ના કોર્પોરેટર આરતીબેન જોષીના પતિ પરેશભાઈ જોષીનું આજે કોરોનાથી મોત નિપજ્યું છે. જ્યારે રાજકોટમાં કોરોના કેસ વધ્યા બાદ હવે મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં કોરોના પોઝિટિવનોં આંક 1300ને પાર પહોંચી ગયો છે.

જૂનાગઢમાં એકનું કોરોનાથી મોત
જૂનાગઢમાં વોર્ડ નંબર 10ના કોર્પોરેટર આરતીબેન જોષીના પતિ પરેશભાઈ જોષીનું આજે કોરોનાથી મોત નિપજ્યું છે. પરેશભાઈ જોષીનો કોરોના રિપોર્ટ 22 જુલાઈએ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં આજે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે.

રાજકોટ જિલ્લામાં કુલ 1303 કેસ પોઝિટિવ નોંધાયા
શુક્રવારે રાજકોટ શહેરમાં 46 જ્યારે ગ્રામ્યમાં 13 સહિત 59 કેસ જ્યારે 18 લોકોને ડિસ્ચાર્જ કરાયા હતાં. રાજકોટ જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવના 1303 કેસ થયા છે. આ સાથે ડિસ્ચાર્જ રેશિયો પણ ધીરે ધીરે વધી રહ્યો છે.

આરોગ્ય વિભાગે કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરી
આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેકટ ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.