રૈયારાજ શેરી નં – 2, રહેણાંક મકાન માંથી વિદેશી દારૂની 81 બોટલો સાથે રૂ. 1,19,780 નો મુદ્દામાલ કબ્જે કરતી રાજકોટ શહેર ગાંધીગ્રામ-2 (યુની) પોલીસ સ્ટેશન ડી સ્ટાફ ટીમ

0
335

રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા રહેણાંક મકાન માંથી વિદેશી દારૂની 81 બોટલો સાથે રૂ. 1,19,780 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

રાજકોટ : શહેર સહિત સમગ્ર ગુજરાત ભરમાં ગેરકાયદેસર રીતે દારૂ ખરીદ-વેચાણ પણ પ્રતિંબધ છે. છતા પણ સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર રીતે દારૂનું ખરીદ-વેચાણ થાય છે. તે દરમિયાન રાજકોટમાં દારૂનું દુષણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે પોલીસ દ્વારા રાજકોટમાં પાડેલી એક રેડમાં બૂટલેગરે પોતાના ઘરમાં એવી જગ્યાએ દારૂ સંતાડ્યો પોલીસ પણ ચોંકી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, રાજકોટના પોલીસની ટીમ પ્રેટ્રોલીંગમા હતી તે દરમિયાન બાતમી મળી હતી. જેના આધારે કે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા રૈયા રોડ પાસે આવેલ સેલ્સ હોસ્પિટલ ની પાછળ રૈયારાજ શેરી નંબર-22 માં આવેલા એક રહેણાંક મકાનમાં રેડ પાડવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ઈસમના સોફામાં સંતાળેલ રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા દરોડા પાડીને રહેણાંક વિસ્તારમાંથી 1,19,780 લાખના ભારતીય બનાવટની વિદેશી દારૂના જથ્થા સાથે હમીરભાઇ મારકીભાઈ ઝાલા નામના શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અહેવાલ: દિલીપ પટેલ ,રાજકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here