ભાયાવદર,મોજીરા,ખાખીજાળીયા સહીતના ગામોની હજારો એકર જમીનોનુ મોટાપાયે ધોવાણ
ઉપલેટા:રાજય ના સિચાઈ મંત્રીને એક પત્ર પાઠવી માગણી કરતા જણાવેલ કે ભાયાવદર, મોજીરા,ખાખીજાળીયાની સીમમાંથી નીકળતી રૂપાવટી નદીમાં ભાયાવદર ઉપરના ગામડાઓ આવે છે મોજ ડેમમાં જેટલું પાણી આવે છે તેનાથી વધારે પાણી આ રૂપાવટીમા વેડફાઈ છે ચોમાસામાં આ નદીના પાણી ભાયાવદર, મોજીરા, ખાખીજાળીયા અને ઉપલેટાની સીમમાં ફેલાતા હોવાથી હજારો એકર ખેતીની જમીનનું ધોવણ થાય છે ખેડૂતોના વાવેતર નિષ્ફળ જાય છે ખેડૂતોને જમીન સમથળ કરીને બે બે વખત વાવેતર કરવું પડે છે કરોડો રૂપિયાનું આધણ થાય છે મોજ ડેમ ઉપરવાસમાં ધણા ચેકડેમ બનાવવામાં આવ્યા છે જયારે વરસાદ થાય ત્યારે આ પાણી ચેકડેમમાં રોકાઈ જાય છે પણ જો ઉપરવાસના કાલાવડ, ખીજડિયા વિસ્તારમા દસ કે પંદર ઈચ વરસાદ થાય તો મોજ ડેમમાં પાણી આવતું નથી આથી રૂપાવટીનું પાણી વાળી મોજડેમ માં નાખવાની યોજના તૈયાર કરવામાં આવે તો ખાખીજાળીયા,મોજીરા સહિતના ગામમાં જે નુકસાન થાય છે તે અટકી જાય સ્વ જેયરામભાઈ પટેલ જયારે ગૃહમંત્રી હતા ત્યારે આ યોજના બનાવવામાં આવેલ પણ કોઇ કારણ સર યોજના અટકી ગયેલ છે તે યોજના ફરીથી શરૂ કરવી જોઈએ જે મોટી સંખ્યાના ખેડૂતોને લાભ મળે..
અહેવાલ :-કાનભાઈ સુવા, ઉપલેટા