ઉપલેટામાં વેપારીઓ દ્વારા ઉલટી ગંગા કોરોનાના સંક્રમણને અટકાવવા સમય ઘટાડવાના બદલે વધાર્યો

0
408

ઉપલેટા કોરોના વાયરસના સંક્રમણ થી બચવા સરકાર દ્વારા મહિના સુધી સતત લોકડાઉન કરી રોગથી બચવા પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે શહેરમાં કોરોના ને કાબુ રાખવા વેપારીઓમાં ઉલટી ગંગા જોવા મળી છે વેપારીઓ દ્વારા સમય ઘટાડવા ને બદલે સમય વધારતાં પ્રબુધ્ધ નાગરિકો વિચાર કરતા થઈ ગયા છે મામલતદાર ની હાજરીમાં બે દિવસ પહેલા ચેમ્બરના આગેવાનોની મિટીંગ મળી હતી તેમાં શહેરમાં છેલ્લા આઠ દિવસમાં કોરોના વાયરસ ના કેશો ઝડપથી પ્રસરી રહ્યા છે હાલ તાલુકામાં ૫૧ જેટલા કેસ નોંધાતા સરકારી તંત્ર ફફડી ઉઠયું હતું અનલોક ટુ ચાલી રહ્યું છે ત્યારે વેપારીઓ સવારે આઠથી બપોરના બે વાગ્યા સુધી ધંધા ચાલુ રાખતા હતા પણ કોરોના કેસ વધતા તંત્ર દ્વારા બોલાવેલી મિટિંગમાં વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર ખુલ્લા રાખવા મામલતદારને જણાવેલ કે હાલ સવારે આઠથી બપોરના બે વાગ્યા સુધી ધંધા ખુલ્લા રહેવાથી માણસોની ભીડ રહે છે આને કારણે સોશિયલ ડીસ્ટન્સ જળવાતું નથી જો સવારે આઠથી સાંજના આઠ વાગ્યા સુધી ધંધા ખુલ્લા રહે તો માણસોની ભીડ ઓછી થાય તેવું કારણ દર્શાવી અનલોક 1 નો ફાયદો ઉઠાવી પોતાના વેપાર ધંધા રાતના 8 વાગ્યા સુધી ચાલુ રાખવા માંગણી દોહરાવી હતી તંત્રે વેપારીઓ સ્વૈચ્છિક બંધમાં વધારો કરી અમુક ધંધા અને થોડા કલાકો જો વેપાર ખુલ્લા રહે તેવા હેતુથી મીટીંગ બોલાવેલ પણ ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનોએ કોરોના અટકાવવા માટે ઉલટી ગંગા વહેડાવતાં પ્રબધ્ધ નાગરિકોમાં આશ્ચર્ય સર્જાયુ છે જ્યારે હાલ સરકાર દ્વારા અનલોગ 2 ચાલી રહ્યું છે ત્યારે તંત્રના હાથ બંધાયેલા છે તંત્ર દ્વારા વેપારીઓ ઉપર કોઈ દબાણ કરી શકાતું નથી અત્યારે હાલ તો કોરોના અટકાવવા માટે શહેરમાં સખત લોક ડાઉનની ખાસી જરૂરિયાત છે પણ વેપારીઓને પોતાના ધંધા રોજગાર કોરોનાની પરવા કર્યા વગર ખુલ્લા રાખવા છે વેપારીઓ એ જણાવ્યા પ્રમાણે ટાઈમ માં વધારો થતાં લોકોની ભીડ ઘટી જાશે પણ બજારોમાં ટાઈમ ટેબલ વધતા ગામળાઓ તેમજ શહેરની ભીડ વધુ જોવા મળી રહી છે ત્યારે પ્રબધ્ધ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે

અહેવાલ :-કાનભાઈ સુવા ,ઉપલેટા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here