માંગરોળ બૈતુલમાલ સંસ્થા ખાતે મુસ્લિમ સમાજની મિટિંગ યોજાઈ : કોરોના આઇસોલેશન વોર્ડ શરૂ કરવા લેવાયો નિર્ણય

0
921

જુનાગઢ જિલ્લાના માંગરોળ મુસ્લિમ સમાજની અગ્રણી સંસ્થા બૈતુલમાલ ખાતે મુસ્લિમ સમાજની મિટિંગ મળી હતી.
હાલમાં વિશ્વમાં વ્યાપક ફેલાયેલી કોરોના મહામારીને પગલે આ મિટિંગ યોજાઈ હતી.
આ મિટિંગમાં માંગરોળ ખાતે જો જરૂરિયાત જણાય તો માંગરોળમાં કોરોના ના આઈસોલેશન વોર્ડ ઉભા કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. જો માંગરોળમાં કોરોના આઇસોલેશન વોર્ડ થાય તો માંગરોળ ના દર્દીઓ એ બહાર ગામ જઉં ના પડે તે માટે આ માંગરોળ ઝોહરા હોસ્પિટલ ના ટ્રસ્ટી અને સેવાકીય પ્રવૃતીઓ માં અગ્રેસર મૌલાના મુહંમદ કરુડ દાવડા એ ઝોહરા હોસ્પિટલમાં આઇસોલેશન વૉર્ડ તરીકે આપવા સંમતિ આપી હતી.
આગામી સમયમાં બૈતુલ સંસ્થા દ્વારા ડોક્ટરો, લેબ ટેક્નિશિયન તેમજ મેડિકલના જાણકારોની મિટિંગ યોજવામાં આવશે તેમજ આ અંગે ચર્ચા કરવામાં આવશે.
બૈતુલમાલ ખાતે યોજાયેલ આ મિટિંગમાં બૈતુલમાલ પ્રમુખ હનીફ ભાઈ પટેલ, ઘાંચી સમાજ પ્રમુખ યુસુફભાઈ પટેલ, ઉપપ્રમુખ મો.હુસેન ઝાલા, મુખ્ય હોદ્દેદારો, મુફ્તી હનીફ જડા સહિત ઉલમાઓ તેમજ સંસ્થાના હોદ્દેદારોએ હાજરી આપી હતી.

અહેવાલ :- ઇમરાન બાંગરા ,માંગરોળ