અસહ્ય બફારા બાદ ઉના અને કોડીનારમાં ધીમી ધારે, ગોંડલ, વીરપુર અને જસદણમાં ધોધમાર વરસાદ

0
330

મછુન્દ્રી ડેમ હેઠળ આવતા ગીર ગઢડા અને ઉનાના ગામોને એલર્ટ કરાયા

ગીર સોમનાથ. ગીર સોમનાથ જિલ્લાના ઉના અને કોડીનારમાં અસહ્ય બફારા અને ગરમી બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. શહેરીજનો વરસાદની રાહ જોઈ રહ્યાં હતા ત્યારે વહેલી સવારે વરસાદ પડતા લોકોમાં ખુશી જોવા મળી હતી. ઉનાના ઉમેજ, સામતેર, ગાગડા, ગરાળ અને સંનખડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. આ સાથે જ ગીર ગઢડામાં પણ વરસાદી ઝાપટુ પડ્યું હતું.જસદણના આટકોટમાં આજે બપોરે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થયા હતા. યાત્રાધામ વીરપુરમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. બે દિવસના વિરામ બાદ આજે ફરી મેઘસવારી આવી પહોંચી હતી અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી બની ગયા હતા. ગોંડલમાં પણ બપોર બાદ મેઘરાજાએ પધરામણી કરી હતી. અસહ્ય બફારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

વરસાદથી મગફળી અને કપાસના પાકને ફાયદો
અસહ્ય ગરમી અને બફારાને કારણે શહેરીજનો અકળાયા હતા. ત્યારે વરસાદ વરસતા લોકો ન્હાવા માટે રસ્તા પર નીકળ્યાં હતા. તેમજ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. વરસાદથી ખેડૂતોએ વાવેલી મગફળી અને કપાસના પાકને ફાયદો થશે.

દીવમાં ધીમી ધારે વરસાદ
દીવમાં બે દિવસથી અસહ્ય ગરમીથી લોકો અકળાયા હતા. આજે સવારે ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ગીર ગઢડાના ગીર જંગલમાં પણ વરસાદ વરસ્યો હતો. કોડીયા ગામ પાસે આવેલો મછુન્દ્રી ડેમ 100 ટકા ભરાય ગયો છે. ડેમ ઓવરફ્લો થવાની સંભાવના હોવાથી ઉના અને ગીર ગઢડાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

રાણપુરમાં ભારે વરસાદથી મદનીનગર સોસાયટીમાં ગોઠણડૂબ પાણી ભરાયા
બોટાદ જિલ્લાના રાણપુરની મદનીનગર સોસાયટીમાં પાણી ભરાયા છે. ગઈકાલે સાંજે રાણપુરમાં પડેલા ભારે વરસાદના કારણે મદનીનગર સોસાયટીમાં પાણી ભરાયા છે. રાહદારીઓ, વાહનચાલકોએ પાણીમાંથી આવન જાવન કરવું પડે છે. મદનીનગર સોસાયટીમાં ગોઠણસમા પાણી ભરાતા સ્થાનિક લોકોને મુશ્કેલી પડી રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here