જસદણમાં મહિલા સંચાલીત જુગારના હાટડા ઉપર પોલીસ ત્રાટકીઃ ૬ મહિલા સહિત ૭ પકડાયા

0
332

મનીષા ઉર્ફે ક્રિષ્ના ગઢીયા પોતાના ઘરમાં જુગાર રમાડતી’તી

રાજકોટ : જસદણમાં મહિલા સંચાલીત જુગારના હાટડા ઉપર પોલીસે રેઇડ કરી જુગાર રમતી સાત મહિલાઓને ઝડપી લીધી હતી.

પ્રાપ્ય વિગતો મુજબ જસદણ બાયપાસ લોહીયાનગર જવાના રસ્તે રહેતી મનીષાબેન ઉર્ફે ક્રિષ્નાબેન હિતેશભાઇ ગઢીયા બહારથી મહિલાઓને બોલાવી પોતાના મકાનના જુગાર રમાડતી હોવાની બાતમી મળતા જસદણના પી.આઇ. કે.એન. રામાનુજના માર્ગદર્શન હેઠળ હેડ કો.રમેશભાઇ પરમાર સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતી મકાન માલીક મનીષાબેન ઉર્ફે ક્રિષ્ના ગઢીયા, ધર્મીષ્ઠાબેન પુનીતભાઇ નિમાવત, રૂપાલીબેન કમલેશભાઇ વાસાણી, જયશ્રીબેન રવજીભાઇ વેકરીયા, કુતિબેન પુનીતભાઇ નિમાવત તથા હિતેષ રમેશભાઇ ગઢીયા રે. તમામ જસદણને રોકડા રૂ.૧રપ૦૦ અને ગંજીપત્તા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અહેવાલ:- કરશન બામટા ,જસદણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here