ખાનગી શાળાના શિક્ષકો બેરોજગાર બનતાં રાહત પેકેજ અથવા નોકરીની માંગ સાથે ક્લેક્ટરને આવેદનપત્ર આપ્યું

0
257
  • ખાનગી શાળાઓની ફી ન લેવાની જાહેરાત બાદ શિક્ષકો મેદાનમાં આવ્યા
  • ખાનગી શાળાના શિક્ષકોની આર્થિક હાલત કફોડી થઈ હોવાની રજૂઆત

સુરત. કોરોના લોકડાઉન બાદથી શાળા સંચાલકો અને વાલીઓની ફીના મુદ્દે તકરાર ચાલતી હતી. જેમાં આખરે ફી ન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી ખાનગી શાળાના શિક્ષકોની હાલત કફોડી થઈ હોવાની રજૂઆત ક્લેક્ટરને આવેદનપત્ર આપી કરવામાં આવી છે. બેરોજગાર બન્યા હોય શિક્ષક તરીકેની પુરતી લાયકાત હોવાથી નોકરી આપવા અથવા રાહત પેકેજ આપવાની માંગ કરવામાં આવી છે.

નોકરી અને પગાર ગુમાવ્યા
બેરોજગાર થયેલા શિક્ષકોએ આવેદનપત્રમાં લખ્યું છે કે, ફી ન લેવાના પરિપત્ર બાદ તેમને પગાર મળતો નથી અને નોકરી ન હોવાથી પરિવારનું ગુજરાન ચલાવવામાં પણ તકલીફ થઈ રહી છે. આર્થિક હાલત કફોડી થઈ ગઈ છે. જેથી અમને રોજગારી પુરી પાડો અથવા સ્કૂલોને આર્થિક પેકેજ આપી અથવા નોકરીઓ આપો અને અમારી સમસ્યાઓને હલ કરો અથવા શાળાઓને કે જેમણે અમને અત્યાર સુધી રોજગારી પુરી પાડી છે તેમને ફી લેવાની છૂટ આપો.

બીજા ધંધામાં વળવું પડે તેવી સ્થિતિ
શિક્ષકોએ આવેદનપત્રમાં લખ્યું છે કે, શિક્ષકો શાકભાજીની લારી લઈને નીકળે એ યોગ્ય નથી. વર્તમાન સ્થિતિમાં જો આમ જ રહેશે તો આપઘાત કરવાની નોબત આવશે. જેથી સંવેદનશીલ સરકાર આ બાબતે કોઈ યોગ્ય નિર્ણય લે તે જરૂરી છે. સરકાર યોગ્ય નિર્ણય નહીં કરે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરવા કે દેખાવો કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here