- દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી કરાઈ છે
- છેલ્લા 24 કલાકમાં તાપી અને સુરત જિલ્લામાં વરસાદ
સુરત. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વરસાદાની આગાહી કરવામાં આવી છે. જેને પગલે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના 23 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે નિઝર અને વ્યારા ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.
સુરત જિલ્લાના માંડવીમાં બે ઈંચ જેટલો વરસાદ
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં તાપી અને સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે નિઝર અને વ્યારા ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આ સાથે સુરત જિલ્લાના માંડવીમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલો વરસાદ
તાલુકો | વરસાદ(મિમિ) |
સોનગઢ | 93 |
વ્યારા | 73 |
નિઝર | 72 |
માંડવી | 49 |
માંગરોળ | 38 |
ગણદેવી | 19 |
કુકરમુંડા | 15 |
ચોર્યાસી | 15 |
સુરત સિટી | 14 |
ચીખલી | 12 |