સાબરમતી જેલમાં કેદીઓને મોબાઇલ અને તમાકુ પહોચાડતો SRP જવાન પકડાયો

0
295

આશરે એક અઠવાડિયા પહેલાં સાબરમતી જેલનાં સંવેદનશીલ યાર્ડમાંથી એક પોલીસકર્મી બુટમાં સંતાડેલ તમાકુ અથવા ફોનની સાથે પકડાયો હતો. આ ઘટનાની તપાસ હાલમાં ચાલુ છે, ત્યાં જ SRPનો જવાન પણ તમાકુની પડીકી તથા મોબાઈલ ફોનની સાથે શંકાસ્પદ હાલતમાં પકડાતાં જ હોબાળો મચી ગયો છે, તથા પ્રતિબંધિત વસ્તુઓ જેલનાં જ કર્મીઓ દ્વારા અંદર પહોંચાડવામાં આવતી હોવાની શંકા પણ પ્રબળ બની ગઈ છે.

ઘટનાની માહિતી એવી છે, કે સાબરમતી મધ્યસ્થ જેલની નાઈટ ઝડતીની ટીમ શુક્રવારની રાત્રે પોતાની ફરજ બજાવી રહ્યાં હતાં. તે વખતે જેલનાં અતિ સંવેદનશીલ 200 ખોલી યાર્ડ નં.22 માં ડ્યુટી બદલાતાં જ SRP ગૃપ-5 સી કંપની ગોધરાનાં જ જવાન તેજપાલસિંહ વિજયસિંહ સોલંકી પોતાની ફરજ ઊપર આવ્યા હતા.

ત્યારે નાઈટ ઝડતીનાં સિપાઈ મહેશભાઈ ડામોરે પણ તેજપાલસિંહની તપાસ કરતાં જ તેમનાં પેન્ટનાં ખિસ્સામાંથી પણ તમાકુની કુલ 11 પડીકીઓ મળી આવી હતી. જેનાંથી તેજપાલસિંહની વધુ તપાસ કરતાં તેમણે કમર પર સેલોટેપથી ચોંટાડેલો મોબાઈલ પણ મળી આવતાં જ જેલનો સમગ્ર સ્ટાફ ચોંકી ગયો હતો.

આ અંગેની જાણ કરવામાં આવતાં જ જેલનાં ઊચ્ચ અધિકારીઓ પણ દોડીને આવ્યા હતાં. અને મોડી રાત્રે રાણીપ પોલીસ-મથકમાં પ્રતિબંધીત વસ્તુઓ જેલમાં ઘુસાડવા બદલ ફરીયાદ પણ નોંધવામાં આવી હતી.અહીં ઊલ્લેખનીય છે, કે સાબરમતી જેલમાં ખુંખાર ગુનેગારો પણ પોતાની સજા કાપી રહ્યાં છે. જેમાંથી ઘણાં તો જેલમાંથી પણ પોતાનું નેટવર્ક ચલાવી રહ્યાં છે.

ગુનાઓને અંજામ આપતાં હોવાનું ઘણીવાર બહાર આવે છે. આવી સ્થિતિમાં તાજેતરમાં બનાવો પછી જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ જેલનાં કર્મચારીઓ દ્વારા જ પહોંચાડવામાં આવતી હોવાની શંકા પણ વધતી જાય છે. જાે સઘન તપાસ કરવામાં આવે તો આમાં સંડોવાયેલા ઘણાં નામો પણ બહાર આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here