માતાપિતાના અવસાન બાદ નિરાધાર બનેલ સગીર બહેનો પર નિધર્મી ફુવાએ જ ઘણીવાર આચર્યું દુષ્કર્મ

0
379

સંબંધોને કલંક લગાડતી ઘટના અમદાવાદમાં સામે આવી છે. માતાપિતાના અવસાન પછી નિરાધાર બનેલ સગીર બહેનો પર નિધર્મી ફુવાએ જ ઘણીવાર દુષ્કર્મ આચર્યું હતું અને એટલું જ નહીં નાની ઉંમરે તેનાં લગ્ન પણ કરાવી દીધા હતાં.

ગુજરાતમાં એક તરફ બાળ લગ્નનું દુષણ નાબૂદ થયું હોવાની વાતો થઈ રહી છે. પરંતુ ઘણાં સમાજમાં હજુ પણ આ કુપ્રથાની આ રીતિ ચાલી આવી રહી છે. એવી જ એક ઘટના સરદારનગરમાં સામે આવી છે. સરદારનગરમાં રહેતી સગીર બહેનોને માતાપિતાના અવસાન પછી દાદી જોડે રહેતી હતી.

ત્યારે દૂરના ફોઇ-ફૂવા દ્વારા બંને સગીરાઓને કલોલ ખાતે લઈ જવામાં આવી હતી. માતાપિતા ન હોવાથી નિરાધાર બહેનો ફોઈ-ફુવાના વિશ્વાસે ગઈ હતી. પરંતુ નિધર્મી ફુવાએ સગીર બહેનોને પોતાની હવસનો શિકાર બનાવી હતી. ફક્ત 16 વર્ષીય સગીરાની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું અને માત્ર 14 વર્ષની સગીરાની સાથે પણ શારીરિક અડપલાં કર્યા હતાં.

ફુવાએ સગીરાની સાથે દુષ્કર્મ કર્યું હતું અને લગ્નની ઉંમર ન હોવા છતાં પણ બંને સગીરાઓના બાળ-લગ્ન કરાવી દીધા હતાં અને સગીરાના પતિ પાસેથી કુલ 50-50 હજાર રૂપિયા પણ લીધા હતાં. લગ્ન પછી માત્ર 16 વર્ષની સગીરાએ તેના પતિને શારીરિક સંબંધ બાંધવા ન દેતા પતિએ આ બાબતે ફુવાને રજૂઆત કરતા તેણે બંનેને ઘરે બોલાવ્યા હતાં અને સગીરાનો હાથ પકડી રાખીને તેની મરજી વિરુદ્ધ પતિ દ્વારા બળાત્કાર કરાવડાવ્યો હતો.

અંતે આ બાબતે બાળ સુરક્ષા એકમ દ્વારા મહિલા પોલીસ સુધી જાણકારી પહોંચાડતા જ પોલીસે બંને સગીરાને પતિના જાળમાંથી મુક્ત કરાવી દીધી હતી. મહિલા પોલીસે સગીરાના ફોઈ-ફુવા, બંનેના સગીર પતિ અને સાસુ-સસરાની ધરપકડ કરીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here