કોરોનામાં મહારાષ્ટ્રની સ્થિતિ ચિંતાજનક, ગુજરાત સહિત આ 10 રાજ્યોમાં સંક્રમણમાં તેજી, જાણો કેવી છે સ્થિતિ

0
103
  • સોમવારે 26, 291 નવા કોરોના દર્દી સામે આવ્યા છે
  • દેશના  61 ટકા મામલા ફક્ત મહારાષ્ટ્રમાં સામે આવ્યા 
  • દરરોજ 25 હજાર નવા કેસ નોંધાઈ રહ્યા છે

ગત અઠવાડિયે (8 માર્ચથી 14 માર્ચ) દાખલ કરવામાં આવેલા આંકડા મુજબ દેશના તમામ રાજ્યોમાં દાખલ સંક્રમણના મામલામાં 61 ટકા મામલા ફક્ત મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. જો કે મહારાષ્ટ્ર ઉપરાંત 10 અન્ય રાજ્યો- કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ગત અઠવાડિયે સંક્રમણના મામલામાં વૃદ્ધિ નોંધાયી છે, જે દેશની અંતર કોરોનાની બીજી લહેરને દર્શાવે છે. વર્ષની શરૂઆતમાં દરરોજ 10 હજાર કેસ નોંધાયા હતા. તેના સ્થાને હવે દરરોજ 25 હજાર નવા કેસ નોંધાઈ રહ્યા છે.

સોમવારે 26, 291 નવા કોરોના દર્દી સામે આવ્યા છે

આ દરમિયાન સોમવારે 26, 291 નવા દર્દી મળ્યા છે. આ મહામારીથી 118 લોકોના મોત થઈ ગઈ છે. આ વર્ષમાં આ આંકડા સૌથી વધારે છે. એક દિવસ પહેલા 25 હજાર સંક્રમિત મળ્યા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર રવિવારે 25, 320 દર્દીઓને રજા આપવામાં આવી છે. દેશમાં કુલ 1.13 કરોડથી વધારે થઈ ચૂક્યા છે જેમાં 1, 58, 725  લોકોના મોત થઈ ચૂક્યા છે.

ત્યારે 1.10 કરોડ દર્દી સાજા થઈ ચૂક્યા છે. દેશમાં સક્રિય મામલાઓની કુલ સંખ્યા વધીને 2, 19, 262 થઈ ગઈ છે. મંત્રાલયના જણાવ્યાનુસાર મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, દિલ્હી. હરિયાણા, ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં મામલા તેજીથી વધી રહ્યા છે. મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબ મળીને 77 ટકા સક્રિય દર્દી છે. ફક્ત મહારાષ્ટ્રમાં 58 ટકા સક્રિય દર્દી છે.

10 રાજ્યોમાં કોરોનાની સ્થિતિ (માર્ચ1-7થી માર્ચ 8-14 ની વચ્ચે)

મહારાષ્ટ્ર- 30,029
પંજાબ- 3,149
કર્ણાટક- 1,493
ગુજરાત- 1,324
છત્તીસગઢ- 1,249
મધ્ય પ્રદેશ- 1,074
તમિલનાડુ- 1,026
હરિયાણા- 881
દિલ્હી-783
આંધ્ર પ્રદેશ- 393

મહારાષ્ટ્રમાં એક અઠવાડિયામાં સંક્રમિતોની સંખ્યા 1 લાખને પાર

મહારાષ્ટ્રમાં સ્થિતિ ચિંતાજનક છે. ગત અઠવાડીયામાં સંક્રમિતોની સંખ્યા 1 લાખને પાર પહોંચી ગઈ છે. સંક્રમને લઈને રાજ્ય સરકારે નવી અને કડક ગાઈડલાઈન જારી કરી છે.  જે અંતર્ગત સ્વાસ્થ્ય અને અન્ય જરુરી સેવાઓને છોડીને ક્યાંય પણ 50 ટકાથી વધારે લોકોને જોવા મળતા સંસ્થા પર કાયદેસરની કાનૂની ફરિયાદ દાખલ કરવામાં આવશે. નાગપુરમાં સોમવારથી રવિવાર 21 માર્ચ સુધી લોકડાઉન લગાવવામાં આવશે.  ત્યાર મુંબઈમાં રાત્રિ કર્ફ્યૂની તૈયારી 

મહારાષ્ટ્રમાં ગઈકાલે એટલે કે સોમવારે 15051 નવા કેસ સામે આવ્યા છે અને સાથે જ 48 લોકોના મોત થયા છે. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 1,03,547 છે. સોમવારે 10,671 લોકો કોરોનાથી રિકવરી પામ્યા છે. રાજ્યમાં રિકવરી રેટ 92.07 ટકા જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાથી ડેથ રેટ 2.27 ટકા રહ્યો છે. અત્યારે રાજ્યમાં 6,23,121 લોકો હોમ ક્વોરન્ટાઈન થયા છે. તો 6114 દર્દીઓ હોસ્પિટલમાં ક્વોરન્ટાઈન છે. રાજ્યમાં અત્યારે સંક્રમણનો રેટ 13.23 ટકા જોવા મળી રહ્યો છે.  એક અઠવાડીયામાં 400થી વધારે લોકોના મોત થયા છે.

90 ટકા ઓછું થયું રસીકરણ

રવિવારે રજાના કારણે રસીકરણમાં 90 ટકા અછત જોવા મળી છે. ગત એક દિવસમાં 1.40 લાખ લોકોને રસી આપવામાં આવી હતી. જ્યારે 18થી 20 લાખ લોકોને એક દિવસમાં રસી અપાઈ  છે.

નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓની એક બેઠક બોલાવી 

કોરોનાએ ફરી એકવાર માથુ ઉચકતા કેન્દ્ર સરકારે પણ તેની નોંધ લીધી છે. આ જ કારણ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓની એક બેઠક બોલાવી છે. આ બેઠક આવતીકાલે મળશે. બેઠકમાં કોરોનાના કેસ વધવાની સાથે વેક્સિનેશનમાં થઈ રહેલા ઘટાડા મુદ્દે ચર્ચા કરવામાં આવશે. અનેક રાજ્યમાં લોકડાઉન, કર્ફ્યૂ અને કડક નિયમો કરવાની જરૂર પડી છે.. જેથી વર્તમાન સ્થિતિ મુદ્દે પણ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here