કોરોનાની મહામારી વચ્ચે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો બોગસ ડોક્ટર ઝડપાયો

0
371

કોઈ પણ જાતની મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હતો

રાજકોટ. રાજકોટમાં કોરોના પોઝિટિવની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે રાજકોટમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો બોગસ ડોક્ટર ઝડપાયો છે. ક્રાઈમ બ્રાન્ચે બોગસ ડોક્ટરને ઝડપી પાડીને 7 હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે બોગસ ડોક્ટરનો પર્દાફાશ કર્યો
રાજકોટ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે લોઠડા-ભાયાસર રોડ પરથી બોગસ ડોક્ટર અનીષભાઈ અસરફભાઈ લીંગડીયા (ઉં.વ.30)ને ઝડપી પાડ્યો હતો. આરોપી અનીષ કોઈ પણ જાતની મેડિકલ ડિગ્રી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી મેડિકલ પ્રેક્ટીસ કરતો હતો. પોલીસે અનીષને ઝડપી પાડી જુદા-જુદા સાધનો અને દવાઓ સાથે કુલ 7 હજાર 75 રૂપિયાનો મુદ્દમાલ કબ્જે કર્યો છે અને બોગસ ડોક્ટરનો પર્દાફાશ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here