બાયડ નગરપાલિકામાં પ્રમુખપદે સ્નેહલભાઈ ઉપપ્રમુખ પદે ગાયત્રીબેન પટેલ બિનહરીફ

0
464

બાયડ : તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 6 વોર્ડની 24 બેઠકોમાંથી ભાજપે 17 બેઠકો કબજે કરતાં બાયડ નગરપાલિકામાં ભાજપની સત્તા નિશ્ચિત થઈ ગઈ હતી. આજરોજ બાયડ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી યોજાઈ હતી. જેમાં બાયડ નગરપાલિકામાં ભાજપ પક્ષના મેન્ડેટ પ્રમાણે નગરપાલિકાના પ્રમુખ પદે સ્નેહલભાઈ જગદીશભાઈ પટેલ(પુર્વ પ્રમુખ બાયડ નગરપાલિકા) પુનઃ બિનહરીફ વરણી કરવામાં આવી છે . ઉપપ્રમુખ પદે ગાયત્રીબેન પટેલ, કારોબારી અધ્યક્ષ પદે પ્રવિણભાઈ પટેલ (જાણીતા પત્રકાર અને પુર્વ કોર્પોરેટર ), બાયડ નગરપાલિકા ભાજપ શાસક પક્ષના નેતા પદે અરવિંદભાઈ પ્રજાપતિ(પુર્વ પ્રમુખ બાયડ નગરપાલિકા), બાયડ નગરપાલિકા પક્ષના દંડક પદે ભાવનાબહેન જોષી બિનહરીફ વરણી કરવામાં આવી છે. બાયડ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયા બાદ આજરોજ બાયડ નગરપાલિકાના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવતાં ભાજપના કાર્યકરો અને લોકોએ નવી ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

અહેવાલ :-જગદીશ પ્રજાપતિ અરવલ્લી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here