એક બાજુ સરકાર સ્વાસ્થય જળવાય તે માટે અવનવા તરીકબો અજમાવે તો બીજી બાજુ જેતપુરમાંથી નકલી સેનેટાઇઝર બનાવવાનું એકમ ઝડપાયુંમોટા ભાગનો જથ્થો દરોડા પહેલા જ રફે દફે કરી નાખ્યો હોવાની શંકા!!ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
જેતપુર તા.ર૧: જેતપુર શહેરના ધારેશ્વર વિસ્તારમાં આયુર્વેદિક મેડીશીન બનાવવાના કોઠાતળે નકલી સેનેટાઇઝર બનાવવાનું કૈભાંડ ફુડ એન્ડ ડ્રગ વિભાગે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી તમામ જથ્થો કબજે કરેલ હતો.પુરા વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે, સરકાર દ્વારા વારંવાર હાથ-મોં સાફ રાખવા સહિત અનેક રોજીંદી ક્રીયાઓ ઉપર સર્તક રહેવા સુચનાઓ આપી છે. ત્યારે તબીબો પોતાને ત્યાં કાયમી ઉપયોગમાં લેતા સેનેટાઇઝર વાપરવાનું લોકોને સરકાર દ્વારા સુચનો આપવામાં આવેલ હોય જેમાં જેતપુર શહેરના ધારેશ્વર વિસ્તાર ખાતે એક આર્યુવેદિક મેડીશીન બનાવવાના એકમમાં નકલી સેનેટાઇઝર બનાવી બારોબાર વહેંચતું હોવાની ચોક્કસ બાતમી ફુડ એન્ડ ડ્રગ વિભાગ રાજકોટના સુનીત વ્યાસ પોતાની ટીમ સાથે જેતપુર ખાતે ધારા એન્ટરપ્રાઇઝ(ડી હર્બ)નામના એકમના માલીક અનીલ સોનેજીને ત્યાં દરોડો પાડી તપાસ કરતા નકલી સેનેટાઇઝર સેમ્પલ તથા તૈયાર બોટલનો જથ્થો ઝડપી લીધો હતો.જ્યારે આ નકલી સેનેટાઇઝર કેટલા સમયથી બનાવતા હતા? અત્યાર સુધીમાં કઇ કઇ જગ્યાએ બોટલો વેંચાણ અર્થે આપેલ છે? તેવી તમામ માહિતી તપાસ દરમીયાન ખુલ્લી પડશે તેવું અધિકારી દ્વારા જાણવા મળેલ હતું.નકલી સેનેટાઇઝર માટે અંગત વર્તુળમાંથી એવી પણ માહીતી મળી હતી કે, અધિકારી ટીમનો દરોડો પડવાનો હોય તે પહેલા જ ધારા એન્ટરપ્રાઇઝના એકમમાંથી પેકીંગ માર્કા સાથે તૈયાર કરેલી નકલી સેનેટાઇઝર રફે દફે કરી નાખી હોય તે પણ જીણવટ ભરી તપાસમાં ખુલ્લી થશે.
(તસ્વીર: રાકેશ પટેલ, જેતપુર)