વડોદરામાં વધુ 2 દર્દીના મોત, ભરૂચમાં નવા 9 પોઝિટિવ, સ્વામિનારાયણ મંદિરમાં કેસ આવતા મંદિર બંધ કરાયું

0
278

વડોદરામાં અત્યારે કુલ 750 એક્ટિવ કેસ છે, જે પૈકી 132 ઓક્સિજન અને 39 વેન્ટીલેટર ઉપર છે

વડોદરા. વડોદરા શહેરમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન વધુ 2 દર્દીના મૃત્યુ થયા છે. જેમાં વડોદરાના માણેજા વિસ્તારમાં રહેતા 68 વર્ષીય મહિલાનું મોત થયું છે, જ્યારે હાલોલની 62 વર્ષીય મહિલાનું મોત થયું છે.

ભરૂચમાં આજે વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા
ભરૂચ જિલ્લામાં આજે કોરોના વાઈરસના વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસની કુલ સંખ્યા 774 ઉપર પહોંચી ગઇ છે. બીજી તરફ ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં કોરોના પોઝિટિવ દર્દી મળી આવતા મંદિરને ક્વોરન્ટીન કરવામાં આવ્યું છે અને ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યું છે.

વડોદરામાં કોરોનાના કેસની સંખ્યા 4010 થઇ
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા અને શહેર જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસનો કુલ આંક 4 હજાર પાર થઇને 4010 ઉપર પહોંચી ગયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 3188 દર્દી રિકવર થયા છે. વડોદરામાં અત્યારે કુલ 750 એક્ટિવ કેસ છે, જે પૈકી 132 ઓક્સિજન ઉપર અને 39 વેન્ટીલેટર-બી પેપ ઉપર છે અને 579 દર્દીની હાલત સ્થિર છે અને સત્તાવાર મૃત્યુઆંક 70 થયો છે.

વડોદરાના આ વિસ્તારોમાં શુક્રવારે કેસ નોંધાયા
શહેરઃ તાંદલજા, ગોરવા, કલાલી, વાસણા, ગાજરાવાડી, નાગરવાડા, વાઘોડિયા રોડ, છાણી, ન્યુ સમા રોડ, નવાયાર્ડ, ફતેપુરા, મદનઝાંપા રોડ, તરસાલી, રાવપુરા, નિઝામપુરા, વાસણા-તાંદલજા રોડ, ફતેગંજ, દંતેશ્વર, ગોરવા, પ્રતાપનગર, આજવા રોડ, સોમા તળાવ, માંજલપુર, વારસીયા રિંગ રોડ, અલકાપુરી, સેવાસી કેનાલ, અકોટા, હરણી રોડ
ગ્રામ્યઃ કરજણ, પાદરા, કણજટ, પોર, ભાયલી, ઉંડેરા, બીલ, ડભોઇ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here