અમદાવાદમાં સમીસાંજે વરસાદઃ પૂર્વ-પશ્ચિમના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાનું આગમન, વાતાવરણમાં ઠંડક પ્રસરી

0
271

એક્સપ્રેસ વે પર ભયંકર વરસાદ છે અને વિઝિબિલિટી પૂઅર છે, બે ફૂટ આગળ કશું દેખાતું નથી

અમદાવાદ. શહેરમાં વિવિધ વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિસ્તારોના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું સમી સાંજે આગમન થયું છે. સમગ્ર શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે પાટનગર ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ છે.

સમગ્ર શહેરમાં મેઘમહેર
એસજી હાઈવે, સરખેજ, બોડકદેવ, ચાંદખેડા, રાણીપ, બોપલ, મણીનગર, બાપુનગર, નરોડા, કાલુપુર, થલતેજ, ગોતા, ચાંદલોડિયા, પૂર્વમાં વસ્ત્રાલ, નિકોલ, ઈસનપુર, સીટીએમ, વસ્ત્રાપુર, સેટેલાઈટ, શિવરંજની, જીવરાજપાર્ક, વેજલપુર સહિતના વિસ્તારોમાં સાંજે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. સતત ઉકળાટ વચ્ચે વરસાદ પડતા લોકોને રાહતનો અનુભવ થયો હતો.

એક્સ્પ્રેસ વે સહિતના માર્ગો પર વિઝિબિલિટી ઘટી
પવન સાથે ભારે વરસાદને પગલે એક્સપ્રેસ વે પર વિઝિબિલિટી પૂઅર થઈ છે, બે ફૂટ આગળ કશું દેખાતું ન હોવાનું વાહનચાલકો કહી રહ્યા છે. ઉપરાંત શહેરના અન્ય માર્ગો પર પણ ધોધમાર વરસાદ અને પવનને પગલે વિઝિબિલિટીનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here