ગુજરાતને ફરી ભાજપનું મોડેલ સ્ટેટ બનાવવા સી.આર પાટીલને છુટોદોર, જુના નેતાઓને ફરી સંગઠનમાં સ્થાન આપશે

0
448

2014 બાદ સરકતી જતી ભાજપની સત્તા, નેતાઓના CR જોઈને ભાજપ સંગઠનમાં સ્થાન આપશે: પાટીલ

ગાંધીનગર. ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર પાટીલની નવી સંગઠન ટીમ બનાવવા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે પ્રદેશમાં હોદ્દો મેળવવા માટે લોબિંગ પણ ચાલી રહ્યું છે, પરંતુ સી.આર. પાટીલની ટીમમાં નવા કરતા જુનાને વધુ પ્રાધાન્ય આપવાની સાથે જેનો પક્ષમાં CR સારો હશે તેને સ્થાન આપવામાં આવે તેવી શક્યતા છે.

2014માં નરેન્દ્ર મોદીએ ગુજરાત છોડ્યા બાદ ગુજરાત ભાજપમાં અનેક જૂથવાદની સાથે જિલ્લા-તાલુકા પંચાયતથી માંડીને વિધાનસભામાં ભાજપની સત્તા સરકવા લાગી હતી, જેથી ભાજપ હાઈ કમાન્ડે પક્ષના સિનિયર એવા પાટીલને પક્ષ પ્રમુખ બનાવી ગુજરાતને ફરી એકવાર 2014 પહેલાનું મોડેલ સ્ટેટ બનાવવા છુટોદોર આપીને પ્રમુખપદ આપવા માં આવ્યું છે.

આગામી અઠવાડિયામાં ભાજપના સંગઠનમાં ફેરફારોની શરૂઆત કરાશે
આ સંજોગોમાં પ્રમુખપદ સંભાળ્યા બાદ સી.આર. પાટીલ સીધા જ નરેન્દ્ર મોદી અને અમિત શાહને મળવા ગયા હતા. જ્યાં પણ ભાજપના નવા સંગઠનની પણ ઔપચારિક ચર્ચા અને નામો ફાઇનલ થઈ ગયા હોવાનું જાણવા મળે છે. ગુજરાત ભાજપના પ્રદેશ માળખામાં જે સિનિયર નેતાઓ છે તેમાં અણધાર્યા ફેરફાર થાય તેવા સંકેત છે. સી.આર. પાટીલ સીધા જ મોદી-શાહની પસંદ હોવાથી નવી ટીમમાં નરેન્દ્ર મોદીના વફાદારની સાથે વર્ષોથી પક્ષનું કામ કરનાર નેતાઓને સ્થાન મળે તેવી સંભાવના છે. આગામી અઠવાડિયામાં જ ભાજપના સંગઠનમાં ફેરફારોની શરૂઆત કરાશે. હાલના માળખામાંથી મોટાભાગના નેતાઓને પડતા મૂકાશે, પક્ષમાં હાલ જે હોદ્દા છે તેમાં 5 મહામંત્રી, 8 પ્રદેશ મંત્રી અને 8 ઉપાધ્યક્ષ મુખ્ય છે.જેમાં મહામંત્રીના મહત્વના હોદ્દા પર જુના આગેવાનો ને જ સ્થાન મળી શકે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here