​​​​​​​કોરોનાના કારણે નેતાઓએ બદલી કામની પદ્ધતિ, ઓનલાઇન લોકોના પ્રશ્નો સાંભળી અધિકારીઓને સૂચના અપાઈ

0
394

બાલ કલ્યાણ વિભાગના વિભાવરીબેન દવેએ કર્યો નવતર પ્રયોગ

ગાંધીનગર. કોરોનાના કારણે લોકોની જીવન શૈલી બદલાઈ રહી છે. ત્યારે એક સમયે લોકોથી ઘેરાયેલા રહેતા નેતાઓ પણ હવે કોરોનાના ડરના કારણે લોકોથી દૂર રહે છે. તેવા સમયમાં નેતાઓ દ્વારા લોકોના પ્રશ્નોને સાંભળવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. બાલ કલ્યાણ વિભાગના મંત્રી રોજ લોકો સાથે ઓનલાઇન વાતો કરીને તેમની સમસ્યાનો નિકાલ તેજ સમયે આવે તે માટે અધિકારીઓને તેની ઓનલાઇન સૂચના આપે છે.

મહિલા બાલ કલ્યાણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી વિભાવરી બેન દવેએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, કોરોનાના સમયમાં લોકોને મળવું શક્ય બનતું નથી.પરંતુ તેમના પ્રશ્નો તો આ સમયમાં પણ ઉભા થયા જ છે. જેથી મેં એક નંબર જાહેર કર્યો છે જેના પર લોકો સાથે હું વીડિયો કોલથી વાત કરું છું તેમજ જ્યારે કોઈ અધિકારીને સૂચના આપવાની હોય તો તરત જ તે જ કોલમાં અધિકારીને જોડીને સૂચના આપી દઉં છું. સામાન્ય રીતે મને મારા મત વિસ્તારમાં ઉભા થતા પ્રશ્નનો લોકો પૂછી રહ્યા છે તેની સાથે ઘણા શિક્ષકોના પણ પ્રશ્ન આવતા હતા પણ નીતિવિષયક બાબત હોવાથી તે પ્રશ્ર્નો ટાળવા પણ પડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here