સચિન વઝેની પાસે હતી ઘણી લકઝરી કાર્સ, સ્કોર્પિયોની ચોરી થઈ તે દિવસે મનસુખ અને વઝેની વચ્ચે 10 મિનિટની મુલાકાત થઈ હતી

0
203

CIUના પૂર્વ અધિકારી સચિન વઝેની માહિતીના આધારે NIAએ અત્યાર સુધીમાં ત્રણ કાર જપ્ત કરી છે. તેમાં એક મર્સિડીઝ અને એક પ્રાડો સામેલ છે.

  • દિલ્હીમાંથી ફોરેન્સિક એક્સપર્ટની એક ટીમે ગુરુવારે NIAની ઓફિસે પહોંચી હતી, આજે આ ટીમ વઝેની મર્સિડિઝ કારની તપાસ કરશે

એન્ટિલિયાની બહારથી જપ્ત કરવામાં આવેલી જિલેટિનથી ભરેલી સ્કોર્પિયોના મામલમાં ધરપકડ કરવામાં આવેલા આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર(API) સચિન વઝેને લઈને પ્રત્યેક દિવસ નવા ખુલાસા થઈ રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ NIAની તપાસમાં પ્રકાશમાં આવ્યું છે કે વઝેની પાસે ઘણી લક્ઝરી કાર હતી. તેમાંથી ત્રણ કેન્દ્રીય તપાસ એજન્સીએ જપ્ત કરી લીધી છે. ગુરુવારે સાંજે સીઝ કરવામાં આવેલી મર્સિડિઝ અને પ્રાડો એક પાર્કિંગમાં છુપાવીને રાખવામાં આવી હતી. પ્રાડો, રત્નાગિરીના એક શિવસેનાના નેતાના નામે રજિસ્ટર્ડ છે.

દિલ્હીમાંથી ફોરેન્સિક એક્સપર્ટની એક ટીમે ગુરુવારે NIAની ઓફિસે પહોંચી હતી. આજે આ ટીમ વઝેની મર્સિડિઝ કારની તપાસ કરશે. વઝેની પ્રથમ કાર 16 માર્ચે જેજે સ્કુલ ઓફ આર્ટની પાસે BMCના પાર્કિંગમાં ઉભેલી મળી હતી. જાણવા મળ્યું કે વઝેએ તેને 13થી 14 માર્ચની વચ્ચે અહીં પાર્ક કરી હતી. ત્યાંના ગાર્ડે NIAને જણાવ્યું છે કે આ કાર ઘણી વખત અહીં રાખવામાં આવી હતી.

સ્કોર્પિયોની ચોરીના દિવસે મનસુખને મળ્યા હતા વઝે
આ મામલાને લઈને NIAને એક નવા CCTV ફુટેજ મળ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ફુટેજની તપાસમાં પ્રકાશમાં આવ્યું છે કે સ્કોર્પિયાના માલિક મનસુખ હિરેન અને વઝેની વચ્ચે CSMTની પાસે 17 ફેબ્રુઆરીએ 10 મિનિટની મુલાકાત થઈ હતી. આ જ દિવસે મનસુખે સ્કોર્પિયોની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મનસુખ ઓલા કેબમાં વઝેને મળવા આવ્યા હતા. માનવામાં આવી રહ્યું કે આ ફુટેજ ત્યારના છે જ્યારે મનસુખને તેની કારની ચોરી થઈ હોવાની માહિતી મળી હતી. એક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે NIAએ અંબાણીના ઘરની બહારથી મળેલી સ્કોર્પિયોની ચાવી પણ જપ્ત કરી લીધી છે.

ગ્રીન સિગ્નલ છતા આગળ નથી વધી રહી કાર
NIAના સૂત્રોના જણાવ્યા મુજબ, CCTV ફુટેજમાં વઝે જે મર્સિડિઝમાંથી પોલીસ કાર્યાલયમાંથી નીકળતા દેખાઈ રહ્યાં છે તે જ મર્સિડિઝમાં તે મનસુખને પણ મળે છે. પછીથી CSMTના મુખ્ય ચાર રસ્તા પર પણ તેમની કાર જોવા મળે છે. અહીં ગ્રીન લાઈટ હોવા છતા વઝેની કાર અહીંથી આગળ વધતી નથી. થોડાવાર પછી મનસુખ અહીં આવી જાય છે અને કારની અંદર જતો રહે છે. તે પછી કાર જનરલ પોસ્ટ ઓફિસની પાસે દેખાય છે. ત્યાં લગભગ 10 મિનિટ સુધી રોકાયા પછી મનસુખ ત્યાંથી જતો રહે છે. પછીથી મર્સિડિઝ પોલીસ હેડક્વાર્ટરમાં એન્ટ્રી લેતી દેખાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here