રાજકોટમાં કોરોના સંક્રમણ વધતા કાલથી અચોક્કસ મુદ્દત સુધી શહેરના તમામ બાગ-બગીચા અને પ્રાણી સંગ્રહાલય બંધ

0
303
  • રાજકોટના બાગ-બગીચા કે પ્રાણી સંગ્રહાલયમાં લોકોએ પ્રવેશ ન કરવા અપીલ

રાજકોટમાં કોરોના સંક્રમણ વધતા આવતીકાલ 20 માર્ચથી અચોક્કસ મુદ્દત સુધી શહેરના તમામ બાગ-બગીચા અને પ્રાણી સંગ્રહાલય બંધ રાખવામાં આવશે. આ અંગે રાજકોટ મહાનગરપાલિકાએ સત્તાવાર જાહેરાત કરી છે. આથી કાલથી શહેરન રેસકોર્સ, ઇશ્વરિયા પાર્ક, આજીડેમ સહિતના તમામ બાગ-બગીચા અને પ્રધ્યુમન પ્રાણી સંગ્રહાલય કાલથી અચોક્કસ મુદ્દત સુધી બંધ કરવામાં આવશે.

શહેરીજનોને પણ બાગ બગીચાઓમાં પ્રવેશ ન કરવા અપીલ
મનપાની જાહેરાતમાં જણાવ્યું છે કે, કોરોના વાયરસ સંક્રમણ સામેના સાવચેતીના પગલાં રૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલ 20 માર્ચથી શહેરના તમામ બાગ બગીચા અને પ્રાણી સંગ્રહાલય (ઝૂ) બંધ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી સમયમાં સરકાર દ્વારા નવી સૂચના ન આવે ત્યાં સુધી બાગ બગીચા અને પ્રાણી સંગ્રહાલય બંધ રાખવામાં આવશે. સાથોસાથ શહેરીજનોને પણ બાગ બગીચાઓમાં પ્રવેશ ન કરવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવે છે.

રેસકોર્સ ગાર્ડન કાલથી બંધ કરાશે.

રેસકોર્સ ગાર્ડન કાલથી બંધ કરાશે.

આથી રાજકોટની સ્કૂલ-કોલેજો બંધ કરવામાં આવી
કોરોનાનું સંક્રમણ વધતા જ રાજકોટમાં આજથી રાજ્ય સરકારના નિર્ણયને લઇને સ્કૂલ-કોલેજો બંધ કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલતી પરીક્ષા ચાલુ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં મોદી સ્કૂલમાં એક વિદ્યાર્થી અને એક શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

મનપા દ્વારા નિર્ણય લેવાયો.

મનપા દ્વારા નિર્ણય લેવાયો.

શહેરમાં કુલ કેસની સંખ્યા 17252 પર પહોંચી
રાજકોટમાં હાલ કુલ કેસની સંખ્યા 17252 પર પહોંચી છે. અલગ અલગ હોસ્પિટલમાં 324 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે ગુરૂવારે 67 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાત્રી કર્ફ્યૂ શરૂ થયાના દસ જ મિનિટ બાદ જ પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાંથી જરૂરી કામ વગર બહાર નીકળેલા 64 લોકો સામે જાહેરનામાનો ભંગ કરવા અંગેનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે. આ ઉપરંત રાત્રિ કર્ફ્યુનું પાલન કરી લોકોને રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ઘરની બહાર નિકળવા પોલીસે અપિલ પણ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here