- સુરત શહેર ટ્રાફિક પોલીસના સમર્થનમાં રાઈડ યોજાઈ
- DCP ઓફિસથી અડાજણ સુધી રાઈડ યોજાઈ હતી
સુરત. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા I FOLLOW અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેને ઘણી સંસ્થાઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. દિવસે ને દિવસે આ અભિયાનમાં લોકો પણ જોડાઈ રહ્યા છે. ત્યારે હાર્લી-ડેવિડસન ગ્રુપ KTM ટીમ દ્વારા એક બાઈક રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાઈડ ટ્રાફિક પોલીસના I FOLLOW અભિયાન અને ટ્રાફિક પોલીસના સમર્થનમાં યોજવામાં આવી હતી. આ રાઈડ અઠવા DCP ઓફિસથી શરૂ થઈ અડાજણ સુધી યોજાઈ હતી. જેમાં ટ્રાફિક નિયમોનું પાલન કરતા નાગરિકોને પ્રશંસાપત્ર અને ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા નાગરિકોને સલામતી સૂચનો આપવામાં આવ્યા હતા.