આ છે મહારાણા પ્રતાપનો મેવાડ રાજવંશ, કરોડોની ગાડીઓના છે માલિક, જુઓ તેની લાઈફ સ્ટાઈલ

0
724

ભારતના ઇતિહાસમાં ઘણા રાજા મહારાજાઓનો ઉલ્લેખ જોવા મળે છે. આજે પણ તેના વશંજો દમામ અને ભભકાથી જીવન જીવે છે. ત્યારે આજે આપણે વાત કરીશું મેવાડના રાજા મહારાણા પ્રતાપના વંશજની. કે તેઓ આજના જમાનામાં કેવી લાઈફ સ્ટાઈલ જીવે છે અને કેટલા કરોડની સંપત્તી છે.

અરવિંદસિંહે વિદેશમાં અભ્યાસ કર્યો છે
મહારાણા પ્રતાપનો મેવાડ રાજવંશએ ભારતનો સૌથી પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત શાહી વંશ છે અને હાલ રાણા શ્રીજી અરવિંદ સિંહ મેવાડ વંશના 76માં રક્ષક છે અને તેમનો પરિવાર ઉદયપુરમાં રહે છે. તેમજ આ તમામ રાજવી દરજ્જો ઉપરાંત, આ પરિવાર પાસે સમગ્ર રાજસ્થાનમાં હેરિટેજ હોટલ, રિસોર્ટ્સ અને ચેરિટી સંસ્થાઓ પણ છે. મેવાડ રોયલ્સ ભારતના સૌથી પ્રખ્યાત રાજવી પરિવારોમાં શામેલ છે. અરવિંદસિંહ મેવાડના પિતાએ 1955થી 1984 સુધી મેવાડ ઘરાનાની કમાન સંભાળી હતી. તેના દિકરા અરવિંદસિંહે વિદેશમાં અભ્યાસ કર્યો છે. જ્યા તેને હોટલ મેનેજમેન્ટની ડિગ્રી પ્રાપ્ત કરી છે.

ઘણી ગાડીઓ માત્ર મેવાડના રાજા માટે જ ડિઝાઈન કરવામાં આવે છે
વિન્ટેજ કારના શોખીન અરવિંદ સિંહ પાસે ઘણી રોલ્સ રોયસ ગાડીઓ છે. આ તમામ ગાડીઓ મેવાડના રાજાઓની નિશાની છે. તેની પાસે એમજી ટીસી , 1939 કૈડિલેકકન્વર્ટેબલ અને મર્સડીઝના ઘણા મોડલ છે. તે હંમેશાન નવી ગાડીઓના લોન્ચિંગ ટાઈમમાં જોવા મળે છે. એવું કહેવાય છે કે ઘણી ગાડીઓ માત્ર મેવાડના રાજા માટે જ ડિઝાઈન કરવામાં આવે છે. લક્ઝરી ગાડીઓ સામાન્ય પ્રજા જોઈ શકે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવે છે.

અરવિંદસિંહનો જન્મ ક્યારે થયો હતો
મહારાણા અરવિંદસિંહ મેવાળનો જન્મ 13 ડિસેમ્બર 1944માં થયો હતો. રાજા મેવાડ રાજવંશમાં 76માં સંરક્ષક છે. મહારાણાને શાસક માનવામાં આવતા નથી. તે માત્ર પ્રજાના સંરક્ષક છે. તેઓ ભાગવતસિંહ મેવારના બીજા પુત્ર અને મહેન્દ્ર સિંહ મેવારના નાના ભાઈ છે. મહારાણા અરવિંદ સિંહ મેવાર સ્વીડનની રાજકુમારી મેડેલીન અને સ્ટોકહોમમાં ક્રિસ્ટોફર ઓનીલના લગ્નમાં જુન 2013માં અરવિંદ સિંહ મેવાર ગયા હતા.

મહેલમાં ક્રિસ્ટલ સંગ્રહ અને પ્રાચીન કારો પણ સામેલ છે
સિટી પૈલેસ ઉદયપુર ઓર્ગેનાઈઝેશન એચ આર એચ ગ્રુપ ઓફ હોટ્સટેલ્લે 76 વેંસ્ટેઉડિયન ઓફ મેવેર્ડેનિસ્ટસ્પાઉસ (એસ) પ્રિંસિપલ વિજયરાજ ઓફ કચ્છ ચાવલલક્ષ્યરાજ સિંહ મેવારના મુખ્ય રાજ્ય અને સત્તાધારી છે. ભાર્ગવી કુમારી મેવાર, પદ્મા કુમારી પમાર પાલક, મહારાણા ભાગવત સિંહ, મેવાર વિવિસેટર અરવિંદ સિંહ મેવાડ છે. તેમને યૂકેમાં મેટ્રોપોલિટન કોલેજ, સેન્ટ અલ્બંસથી એક હોટલ મેનેજમેન્ટ કોર્સ કર્યો છે. મહારાણા અરવિંદ સિંહ પાસે મહેલમાં ક્રિસ્ટલ સંગ્રહ અને પ્રાચીન કારો પણ સામેલ છે. જે જનતા માટે ખુલ્લુ રાખવામાં આવ્યું છે.

પરિવાર હજારો કરોડની સંપત્તિના માલિક છે
તેમની પાસે તમામ શાહી દરજ્જા ઉપરાંત સમગ્ર રાજસ્થાનમાં તેમની હેરિટેજ હોટલો, રિસોર્ટ્સ અને ચેરિટી સંસ્થાઓ છે. તેમની કુલ સંપત્તિ ગણવી અઘરી છે પરંતુ હમણાં તેમના પરિવારના જ બે સભ્યો વચ્ચે 1000 કરોડ જેટલી સંપત્તિ માટે કોર્ટમાં લડત ચાલી રહી છે જે દર્શાવે છે કે સમગ્ર પરિવાર હજારો કરોડની સંપત્તિના માલિક છે.

રાજશાહી ડ્રેસ, હાથોમાં તલવાર અને મેવાડી પાઘડીમાં નજરે પડે છે
અરવિંદસિંહના લગ્ન કચ્છની રાજકુમારી વિજયારાજ સાથે થયા હતા. તેમને દીકરો લક્ષ્યરાજ સિંહ અને દીકરી પદ્મજા છે. આ રાજ પરિવારે રાજસ્થાનમાં એચઆરએચ ગ્રુપ ઓફ હોટલ્સ નામથી હોટલનો બિઝનેસ છે. આ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર ખુદ અરવિંદ સિંહ છે. તેમાં ઉદયપુરના લેક પિચોલમાં જાગ મંદિર આઈલેન્ડના નામથી ખૂબ જ સુંદર હોટલ સામેલ છે. વિશ્વરાજ સિંહ આજે પણે સામાન્ય જનતા વચ્ચે જાય છે. લોકો તેમને મેવાડના આગલા વારસદાર તરીકે જુએ છે. સામાન્ય રીતે તેઓ રાજશાહી ડ્રેસ, હાથોમાં તલવાર અને મેવાડી પાઘડીમાં નજરે પડે છે.

પોતાની પ્રોપર્ટીને હેરિટેજ હોટલ તરીકે ચલાવી રહ્યાં છે
રાણા શ્રીજી અરવિંદ સિંહ મેવાડ, મેવાડ વંશના 76માં સંરક્ષક છે. મેવાડ વંશ પરિવારની પાસે રાજસ્થાનમાં હેરિટેજ હોટલ, રિસોર્ટ અને ચેરીટેબલ ઈનસ્ટીટયુશન છે. તેમની પાસે 1,200 લોકોનો સ્ટાફ છે. તેમની પાસે ઉદયપુર લેક પિચોલા પર જગ મંદિર પેલેસ પણ છે. ત્યાં પોતાની પ્રોપર્ટીને હેરિટેજ હોટલ તરીકે ચલાવી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here