‘કોરોના સામેની જંગ એ કારગિલ જંગ કરતા ઓછી નથી’, સિવિલમાં કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે પૂર્વ સૈનિક

0
329

અમદાવાદ સિવિલમાં કોરોનાની સારવાલ લઇ રહ્યાં છે પૂર્વ સૈનિક અને કોરગિલ યોદ્ધા

અમદાવાદ. 26 જુલાઈએ આપણે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવા જઇ રહ્યાં છીએ ત્યારે કારગિલ યુદ્ધના એક લડવૈયા આજે કોરોના સામેની જંગ લડી રહ્યાં છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કારગિલ યુદ્ધના લડવૈયા દિનેશકુમાર પુરોહિત કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. ધૈર્યરૂપી હથિયાર વડે કોરોના સામે જંગ લડી રહેલા પૂર્વ સૈનિક દિનેશકુમાર પુરોહિતનું કહેવું છેકે, ‘કોરોના સામેની જંગ એ કારગિલ જંગ કરતા ઓછી નથી.’

દુશ્મનને ધૂળ ચટાડી, કારમી હાર આપવી એ જ અમારો લક્ષ્ય હતો
કારગિલ યુદ્ધના લડવૈયા દિનેશકુમાર પુરોહિત એ વખતના સંસ્મરણો યાદ કરતા કહે છેકે, આ યુદ્ધમાં મારી કામગીરી સૈનિકોને રસદ પહોંચાડવાની હતી. અમારા બાહોશ સૈનિકોને હથિયારો, અન્ય શસ્ત્રગારને લગતા સામાન, ખાવા-પીવાની સામગ્રી પૂરી પાડવાનું કામ મારું હતું. એ કામગીરી વચ્ચે શહીદી વહોરેલા અમારા ભાઈઓના મૃતદેહો જોઇને ઘણું દુઃખ અનુભવાતું હતું, પરંતુ બીજી જ ક્ષણે ફરીથી યુદ્ધમાં ફતેહ હાંસલ કરવાની દિશામા લાગી જતા. કોઇપણ તબક્કે દુશ્મનને ધૂળ ચટાડી તેને કારમી હાર આપવી એ જ અમારો લક્ષ્ય હતો.

ટોસીલીઝુમેબ ઇન્જેકશન આપી સારવાર કરાઈ
કારગિલ યોદ્ધાની સારવાર કરી રહેલા કોરોના યોદ્ધા ડૉ. કાર્તિકેય પરમાર કહે છે કે દિનેશકુમારે લાંબા સમય સુધી દેશ સેવા કરી છે. આજે જ્યારે આ પૂર્વ સૈનિક કોરોના નામના દુશમનથી સંક્રમિત થયા છે ત્યારે ગમે તે ભોગે આ પૂર્વ સૈનિકને બચાવવા અમે સંક્લપબદ્ધ છીએ. દિનેશકુમાર સામાન્ય શરદી ઉધરસની તકલીફ લઇ કોરોનાના લક્ષણો સાથે કોવિડ હોસ્પિટલમાં દાખલ થયા હતા. સમય જતા લોહીની તપાસ કરાવતા સ્થિતિ ગંભીર જણાઇ આવી. શ્વાસ લેવામાં પણ તકલીફ વધતા તેમને ત્વરિત ટોસીલીઝુમેબ ઇન્જેકશન આપી સારવાર કરવામાં આવી છે. હાલ તેઓ સ્વસ્થ છે. અમને પુરતો વિશ્વાસ છે કે કાગરિલ યુદ્ધની જેમ જ કોરોના સામેના યુદ્ધમાં પણ તેઓ વિજયી બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here