ભરૂચ પથંકમાં 2 દિવસ બાદ ફરી મેઘમહેર થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ
ભરૂચ. ભરૂચ, અંકલેશ્વર અને જંબુસરમાં આજે બપોર બાદ વરસાદ શરૂ થયો છે. જંબુસરમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા અને આઇસ્ક્રીમના ગોડાઉનમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. આઈસ્ક્રીમના બોક્સ પાણીમાં તરતા જોવા મળ્યા હતા. જેને કારણે વેપારીઓને નુકસાન થયું છે.
ભરૂચ પંથકમાં સતત વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી
ભરૂચ શહેર અને જિલ્લામાં આજે બપોર બાદ વરસાદ શરૂ થયો છે. ભરૂચમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બપોર બાદ શરૂ થયેલો વરસાદ સાંજે પણ ચાલુ રહ્યો છે. જેને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.