ગોંડલ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતા વિકાસના કામોના બીલના ચુકવણામાંથી G.S.T.ની રકમ કપાત કરવામાંથી મુકિત આપવા અંગે પંચાયત મંત્રી ને રજુઆત કરવામાં આવી

0
176

ગોંડલ જિલ્લા પંચાયત ના પૂર્વ વિપક્ષી નેતા ધ્રુપદબા કુલદીપસિંહ જાડેજા એ જયદ્રથસિંહજી પરમાર પંચાયત મંત્રી ને પત્ર લખી માંગ કરી હતી કે રાજકોટ જીલ્લા સહીત રાજયની ગ્રામ પંચાયતો દ્વારા સરકારના પરિપત્ર મુજબ રૂા.૫ લાખની મર્યાદામાં વિકાસના કામો ભાવોભાવથી કરવા માટેની જોગવાઈ કરવામાં આવી છે જેના અનુસંધાને ગ્રામ પંચાયતો દ્વારા ૧૫ ટકા, ધારાસભ્ય/સંસદસભ્ય એ.ટી.વી.ટી.જોગવાઈ સહીતની સરકારની વિવિધ જોગવાઈઓ સદરેથી વિકાસના કામો કરવામાં આવે છે જે કામોના બીલના પ્રિ-ઓડીટ દરમ્યાન આપવામાં આવતા રીમાકર્સમાં G.S.T.ની રકમ કપાત કરવાનું જણાવવામાં આવતા ગ્રામ પંચાયતના રૂા.૨.૫૦ લાખથી ઉપરના બીલમાં (૧૨ થી ૧૮ ટકા જેવી માતબર) G.S.T.ની રકમ કપાત કરવામાં આવે છે.

ગ્રામ પંચાયત સ્વાયત સંસ્થા છે અને નફો-નુકશાનને ધ્યાને લીધા વગર ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામો કરે છે કામના બીલમાંથી ૨ % ઈનકમ ટેક્ષ, ૧ ટકો લેબર સેસ, ૨ ટકા મટીરીયલ્સ ટેસ્ટીંગ સહીતની રકમ કપાત કરવામાં આવે છે અને હવે (૧૨ થી ૧૮ ટકા જેવી માતબર) G.S.T.ની રકમ કપાત કરવામાં આવે છે જેના કારણે ગ્રામ પંચાયતોને વિકાસના કામો કરવામાં અનેક આર્થિક મુશ્કેલીઓ પડે છે અને G.S.T.ની રકમ કપાત કરવામાં ન આવે તેવી માંગણીઓ કરવામાં આવે છે.

ગ્રામ પંચાયતો દ્વારા સને.૧૫/૧૬ ના વર્ષના એસ.ઓ.આર.ના મંજુર થયેલા ભાવો મુજબ કામગીરી કરે છે કોવીડ-૧૯ બાદ રોમટીરીયલ્સના (સીમેન્ટ, લોખંડ, ઈટ, લાકડુ, કપચી સહીતના) ભાવોમાં મોટો ઉછાળો આવ્યો છેઆવા સંજોગોમાં સ્વાયત સંસ્થા પાસેથી (૧૨ થી ૧૮ ટકા જેવી માતબર) G.S.T.ની રકમ બીલમાંથી કપાત થાય તો ગ્રામ પંચાયતને કામો કરવા પરવડી શકે નહી અગર નબળા કામો થવાનો ભય છે જેથી ગ્રામ પંચાયતોને G.S.T.ની રકમ કપાત કપાતમાંથી મુકિત આપવા યોગ્ય કાર્યવાહી કરવા અંતમાં માંગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here