અમદાવાદ. રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. જે મુજબ બપોર બાદ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથક સહિત રાજ્યના અનેક સહિતના વિસ્તારોમાં બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો છે. રાજ્યમાં સાંજના 6 વાગ્યા સુધીમાં 108 તાલુકામાં હળવોથી ભારે વરસાદ પડ્યો છે. છેલ્લા ચાર કલાકમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ડાંગના વઘાઈમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે.
સાંજના 6 વાગ્યા સુધી રાજ્યમાં નોંધાયેલો વરસાદ
જિલ્લો | તાલુકો | વરસાદ(ઇંચમા) |
સુરત | ઉમરપાડા | 7.5 |
ડાંગ | વઘાઈ | 4 |
ખેડા | મહુઘા | 3.6 |
ભરૂચ | નેત્રંગ | 3.5 |
પોરબંદર | રાણાવાવ | 3 |
ભરૂચ | જંબુસર | 2.8 |
દેવભૂમિ દ્વારકા | ખંભાળિયા | 2.4 |
દેવભૂમિ દ્વારકા | ભાણવડ | 2.2 |
દેવભૂમિ દ્વારકા | દ્વારકા | 1.8 |
દાહોદ | ધાનપુર | 1.6 |
24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલો વરસાદ
રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી વચ્ચે ગત 24 કલાકમાં રાજ્યના 140 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 13 તાલુકામાં 2 ઇંચથી વધુ અને 26 તાલુકામાં 1 ઇંચથી 2 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ગાંધીનગરના માણસા અને અમરેલીના સાવરકુંડલામાં 4-4 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે તાપીના સોનગઢ અને મહેસાણાના કડીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.
જિલ્લો | તાલુકો | વરસાદ(ઇંચમાં) |
ગાંધીનગર | માણસા | 4 |
અમરેલી | સાવરકુંડલા | 4 |
તાપી | સોનગઢ | 3.6 |
મહેસાણા | કડી | 3.6 |
સુરેન્દ્રનગર | ચોટીલા | 3.1 |
તાપી | વ્યારા | 3 |
તાપી | નિઝર | 3 |
ખેડા | કપડવંજ | 2.5 |
ભાવનગર | ભાવનગર | 2.3 |
મહેસાણા | મહેસાણા | 2.3 |