જામનગર તાલુકામાં રૂપીયા 13 કરોડના રોડના કામ મંજુર, CM અને  DY.CMનો આભાર વ્યક્ત કરતા સાંસદ પૂનમબેન માડમ

0
383

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ જામનગર તાલુકામાં રૂપીયા 13.10 કરોડના રોડના કામ મંજુર થતા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલનો 12-જામનગર લોકસભાના સાંસદ પૂનમબેન માડમે આભાર વ્યક્ત કર્યો છે. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પંચાયત હસ્તકના જામનગર (ગ્રામ્ય) વિધાનસભા મત વિસ્તારનાં જામનગર તાલુકાનાં જુદા જુદા રૂ.13.10 કરોડનાં કાચાથી ડામર તથા વાઈડનીંગ રસ્તાઓ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર કરી જોબનંબર આપવામાં આવેલ છે અને તેની આગળની પ્રક્રિયા હાથ ધરવા માટે સંબધિત કાર્યપાલક ઈજનેરને સુચના આપવામાં આવેલ છે.

કાચાથી ડામર (નોનપ્લાન) હેઠળના કામોમાંનાની ખાવડી ગાગા મુંગણી રોડનુ રૂ.250.00 લાખનું કામ ,સરદારનગર (ખિલોસ) થી સ્ટેટ હાઈવે રોડનું રૂ.250.00 લાખનું કામ,નારણપર ચંગા રોડનુરૂ.370.00 લાખનું કામ,જાંબુડા ખિજડીયા રોડ (મીસીંગ લંબાઈ) નુ- રૂ. 125.00 લાખનું કામ,ધુંવાવ બાયપાસ ટુ જોઈન ખીમરાણા બાઈપાસ રોડનું – રૂ.90.00 લાખનું કામ,રોડ પહોળા કરવાની કામગીરીમાં વીરપુર વેતરીયા (બજરંગપુર) ટુ જોઈન એસ.એચ.નું – રૂ.70.00 લાખનું કામ,બજરંગપુર વિજયનગર રોડનુ – રૂ.85.00 લાખનું કામ,ભરતપુર ટુ જોઈન ઉંડ ડેમ એપ્રોચ રોડ નુ- રૂ. 70.00 લાખ નું કામ મળી કુલ રૂપીયા 13.10 કરોડના રોડના કામોનો સમાવેશ થાય છે.

જામનગર તાલુકામાં જુદા-જુદા ગામોમાં રોડના આ કામો મંજુર થતા લગત ગામોના ગ્રામજનો તેમજ લગત તાલુકાના નાગરીકો માટે પરિવહનની સુગમતા થનાર હોઇ જે અંગેની જુદી જુદી રજુઆતોને ધ્યાને લઇ રાજ્ય સરકારએ આ કામોને મંજુરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે.

અહેવાલ- સાગર સંઘાણી, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here