ગોંડલ શહેર માં આજે આપણે એક એવા વૃદ્ધ ની વાત કરવી છે કે જે એક નિવૃત શિક્ષક છે ગોંડલ શહેર ના ગીતાનગર માં રહેતા કર્મનિષ્ઠ અને સેવાભાવી નિવૃત શિક્ષક કનુબાપા પરમાર એ બાળકો ના આનંદ માટે એક બગીચા માં વૃક્ષો વાવ્યા છે રોજિંદા વૃક્ષો નો ઉછેર કરે છે

પોતાના ખર્ચે બગીચા માં ઝુલા (હીંચકા) પણ મુકવામાં આવ્યા નિવૃત શિક્ષક કનુબાપા પોતાના પેન્સન માંથી દર મહિને 10% રકમ ગાયોના ઘાસ ચારો, કપાસિયા ખોળ, માટે આપે છે કનુબાપા એ ગૌ સેવા, પર્યાવરણ પ્રેમ, અને બાળપ્રેમ નું એક ઉદાહરણ પૂરું પાડેલ છે.પોતાના ખર્ચે ઝુલા (હીંચકા) મૂકી ને પોતે અને આસપાસ ના લોકો સાથે મળી ને રીબીન કાપી હતી કનુબાપા નો આ વિચાર જોઈ ને સૌ કોઈ અચરજ પામ્યા હતા.
