શહેરમાં 130 દિવસમાં કોરોનાના કેસ 25 હજારને પાર, વધુ 4 મોતઃ નવા 162 કેસ, મંદિરોમાં બીજા દિવસે પણ ટેસ્ટ કરાયા

0
343

વધુ 18 વિસ્તારનો કન્ટેઈનમેન્ટમાં સમાવેશ, 14ને મુક્ત કરાયા

અમદાવાદ. અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાઈરસના નવા 162 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 4 દર્દી મૃત્યુ પામ્યા હતા. શહેરમાં 17 માર્ચે કોરોનાનો પહેલો કેસ નોંધાયા પછી 130 દિવસમાં જ કુલ કેસનો આંકડો 25 હજારને પાર કરી ગયો છે. બીજી તરફ મ્યુનિ.એ એન્ટિજન ટેસ્ટની સંખ્યામાં વધારો કર્યો છે. આ ટેસ્ટનો આંકડો આપવામાં આવતો નથી. પરંતુ જેટલા ટેસ્ટ થાય છે તેના બે ટકા લોકો પોઝિટિવ આવે છે. નવા 18 વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકાયા છે. જ્યારે 14ને મુક્તિ અપાઈ છે.

શાહીબાગના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં એક કોરોના પોઝિટિવ:

 શહેરના અનેક ધાર્મિક સ્થળોમાં બીજા દિવસે પણ મ્યુનિ.એ કોરોના ટેસ્ટની ઝુંબેશ ચાલુ રાખી હતી. શાહીબાગ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં 292 સાધુ- સંતો અને હરિભક્તના એન્ટિજન ટેસ્ટ કરાયા હતા. જેમાં એક હરિભક્ત કોરોના પોઝિટિવ આવ્યો હતો. ધર્મરસીક દેરાસર, સ્વામિનારાયણ મંદિર, ગાયત્રી મંદિર રાણીપ, સાંઇબાબા મંદિર સહિત અનેક સ્થળે મ્યુનિ.એ એન્ટિજન ટેસ્ટ કર્યા છે.

ખાડિયાના કોર્પોરેટર મયુર દવેનો રિપોર્ટ પોઝિટિવ: 

ખાડિયા વોર્ડના કોર્પોરેટર મયુર દવેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેરમાં અત્યાર સુધી એક ડઝનથી વધારે કોર્પોરેટરને ચેપ લાગી ચૂક્યો છે. ડોર ટુ ડોર કચરો ઉપાડતા કામદારોના પણ ટેસ્ટ ચાલી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here