બળાત્કાર પછી માતા બનેલી 17 વર્ષની કિશોરીએ બાળકીને તરછોડી હતી

0
329
  • મોકસી ગામના ત્રણ યુવાનોએ નવજાત બાળકીને ત્યજી દેનાર માતાને શોધી કાઢી
  • દુષ્કર્મ કરનાર સગીર પ્રેમીની અટકાયત કરી પૂછપરછ, નવજાત બાળકી શુક્રવારે મૃત્યુ પામી

વડોદરા. જિલ્લાના સાવલી તાલુકાના મોકસી ગામમાં ગુરુવારે સવારે તરછોડી દેવાયેલ હાલતમાં નવજાત બાળકી મળી આવ્યા બાદ ગામના ત્રણ યુવાનોએ બાળકીને બચાવવા ના ભરપૂર પ્રયાસ કર્યા હતા અને બાળકીને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. જોકે સારવારમાં આ બાળકી બચી શકી ન હતી. બાળકીને બચાવવા નો પ્રયાસ કરનાર ગામના આ ત્રણ યુવાનોએ બાળકીનું નામ લાડકી રાખ્યું હતું.

દુષ્કર્મ કરનાર સગીર પ્રેમીનું નામ બહાર આવ્યું હતું
બાળકીને ન્યાય અપાવવા માટે ત્રણ યુવાનોએ પોતાની રીતે તપાસ કર્યા બાદ બાળકીની માતા સગીર હોવાનું બહાર આવતા તેઓ ચોંકી ઊઠયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે બાળકીની પૂછપરછ કરતા તેની પર દુષ્કર્મ કરનાર સગીર પ્રેમીનું નામ બહાર આવ્યું હતું. પોલીસે આ સગીરની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here