પ્રેમી યુવતીને ખેતરે લઇ જઈ સંબંધ બાંધ્યા બાદ 4 મિત્રોએ ગેંગરેપ કર્યો, ઓરડીમાં અંધારાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું

0
249
  • પરિણીત પ્રેમી ગામની યુવતીને ખેતરની ઓરડીમાં લઇ ગયો હતો
  • પ્રેમીના એક મિત્રે યુવતીને પકડી રાખી વરાફરતી બધાએ દુષ્કર્મ આચર્યું

બારડોલી. બારડોલી નજીક આવેલ એક ગામની યુવતીને તેનો પ્રેમી ખેતરની ઓરડીમાં લઈ ગયો હતો. પ્રથમ એણે આ યુવતી સાથે સંભોગ કર્યા બાદ એની સાથે અન્ય ચાર જેટલા મિત્રોએ પણ વારાફરતી યુવતી પર ગેંગરેપ કર્યો હતો.

અંધારાનો લાભ લઈ આરોપીઓએ દુષ્કર્મ આચર્યું
બારડોલીના તાલુકા મથક નજીક આવેલ એક ગામની 21 વર્ષીય યુવતીને પારડી (પાટા) ગામનો પરણિત યુવક અમિત સંજયભાઈ હળપતિ સાથે પ્રેમસબંધ બંધાયા હતા. ગત ગુરુવારે સાંજે અમિત પ્રેમિકાને ફરવાના બહાને બાઇક પર બેસાડી મહુવા તાલુકાના મહુડી ગામે આવેલ એક ખેતરની ઓરડીમાં લઇ ગયો હતો અને ત્યાં એની સાથે મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધ્યો હતો. થોડી જ વારમાં અમિતના અન્ય પાંચ મિત્રો પણ બંગલીમાં આવી ગયા હતા જે પૈકીના એકે યુવતીને પકડી રાખી હતી જયારે અન્ય ત્રણ યુવકે અંધારાનો લાભ લઈ એની સાથે દુષ્કર્મ આચર્યું હતું. અંતે જેણે યુવતીને પકડી રાખી હતી એણે પણ યુવતી સાથે શરીર સબંધ બાંધ્યો હતો. આ વખતે યુવતીએ બુમાબુમ કરવાનો પ્રયાસ કરતા આરોપી અમિતે કહ્યું કે બૂમ ન પાડતી નહિ તો લાકડાનો ઝપેટો મારી દઈશ એવી ધમકી આપી હતી.

મુખ્ય આરોપી સહિત 2ની અટક
ગેંગરેપના મુખ્ય આરોપી અમીત હળપતિ અને તેના સાથીદાર હિતેશ શંકરભાઇ હળપતિની જિલ્લા એલસીબી અને એસઓજી દ્વારા સરભોણ પાસેથી ધરપકડ કરી હતી. જયારે અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ સ્ટાફ દોડધામ કરી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here