ઉના ના નાલિયા માંડવી ગામે સરપંચ સહીતના ટોળાએ પત્રકાર પર કર્યો જીવલેણ હુમલો અને લુટ

0
716

કોડીનાર ના છાછર ગામે અને ગીર ગઢડા ખીલાવડ ગામે થયેલા બળાત્કારનાં બને આરોપી ચોક્કસ સમાજ ના હોય અને પીડિતાનાં પરિવારને યોગ્ય ન્યાય મળે તે અનુસંધાને સમાસાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા તેનો ખાર રાખીને સરપંચ સહિતના અજાણ્યા ઈસમોનાં ટોળાએ ગત મોડી રાત્રે ઉનાના પત્રકાર મણિલાલ ચાંદોરા અને તેના સાથી મિત્રોને આંતરિ કહેલ કે તે બને મારા સગા છે એટલે હવે હું તને જાનથી મારી નાખીશ તેવી આપી ધમકી અને નાલિયા માંડવી ગામના સરપંચ દારૂ સહિત ના અનેક ગેર પ્રવૃતિઓ ના ધંધા કરે છે અને પોતાના સગરીતો પાસે કરાવે છે.

હમણાં બે મહિના પહેલાં આ સરપંચ દ્વારા ખનીજ વિભાગનીખોટી પરમિટ બતાવી ને બેફામ ખનીજ ચોરી કરતા હતા જેની માહિતી પત્રકાર ને મળતા તે સરપંચ નો પર્દાફાશ કરવામાં આવ્યો હતો જેની જૂની અદાવત રાખીને તેના ધરની સામે મેઈન રોડ પરથી બીનકાયદેસર રેતી ભરેલા ટ્રેકટરો નિકળતા પત્રકાર દ્વારા તેનુ રિપોટીંગ કરતા સરપંચ સહીતના ટોળા એ લુટ કરી ને જીવલેણ હુમલો કર્યો હતો.

અહેવાલ- મણીભાઈ ચાંદોરા, ઉના – દીવ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here