રાજસ્થાનમાં ACBએ દરોડો પાડ્યો, ઇન્સ્પેક્ટરે પોતાને રૂમમાં બંધ કર્યા રાંધણગેસ પર ચલણી નોટો મૂકી સળગાવી દીધી

0
358

કલ્પેશ જૈન ગેસના ચૂલા પર નોટો સળગાવતો રહ્યો હતો અને બહાર ઊભેલી એસીબીની ટીમ બારીમાંથી વીડિયો બનાવી રહી હતી.

  • આમળાંની છાલની હરાજીના કરાર આપવાના બદલામાં કલ્પેશ જૈને 5 લાખની લાંચ માગી હતી
  • આ લાંચ પિંડવારાના ઈન્સ્પેક્ટર કલ્પેશ જૈન માટે લીધી હતીઃ (RI) પરબતસિંહ
  • કલ્પેશને દરોડાની જાણ પહેલાંથી હતી, તેણે ઘરે પહોંચીને રાંધણગેસ નોટોને મૂકી આગ ચાંપી
  • ACBએ બારીનો કાચ તોડીને કલ્પેશને આવું ન કરવાની સલાહ આપી હતી, એમ છતાં તે માન્યો નહીં

રાજસ્થાનમાં ભ્રષ્ટાચારથી બચવાનો નવીન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજ્યના સિરોહીમાં લાંચ લીધેલી રકમ પકડાઈ જવાના ડરથી એક ઈન્સ્પેક્ટરે 20 લાખ રૂપિયાની નોટોને સ્વાહા કરી દીધી હતી. તેણે રાંધણગેસના ચૂલા પર એક પછી એક નોટોને અગ્નિમાં પધરાવી હતી. આ કાર્ય કરવામાં તેની પત્નીએ પણ સાથ આપ્યો હતો. ACB (એન્ટી-કરપ્શન બ્યૂરો)ની ટીમે દરોડો પાડ્યો હતો, જેથી તેને આ પગલું ભર્યું હતું. પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે કે તેણે આ બધા રૂપિયા લાંચ પેટે એકઠા કર્યા હતા અને પકડાઈ જવાના ડરથી તેણે તમામ પુરાવાઓ નષ્ટ કરવા માટે આ કૃત્ય આચર્યું હતું.

ACBની ટીમે બુધવારે સાંજે સિરોહીના ભંવરીમાં 1 લાખ રૂપિયાની લાંચ લેતા મહેસૂલ ઈન્સ્પેક્ટર (RI) પરબતસિંહને રંગેહાથ પકડ્યા હતા. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે તેણે આ લાંચ પિંડવારાના ઈન્સ્પેક્ટર કલ્પેશ જૈન માટે લીધી હતી.

ઈન્સ્પેક્ટરને દરોડા અંગે પહેલાંથી જાણ હતી
ACBને માહિતી મળતાં તેણે કલ્પેશના ઘરે દરોડો પાડવા પહોંચી હતી, પરંતુ કલ્પેશને આની જાણ પહેલાંથી જ થઈ ગઈ હતી. તે જલદીથી ઘરે પહોંચ્યો અને પોતાને એક રૂમમાં બંધ કરી દીધો હતો. ACBની ટીમ પણ ગણતરીના સમયમાં તેના ઘરે પહોંચી ગઈ હતી, પરંતુ કલ્પેશે ઘરનો દરવાજો ખોલ્યો નહોતો. તેણે આ સમયમાં પૈસાની થોકડીઓ ગેસના ચૂ્લા પર બાળવાનું શરૂ કરી દીધું હતું. ACBએ બારીનો કાચ તોડીને કલ્પેશને આવું ન કરવાની સલાહ આપી હતી, તેમ છતાં તે માન્યો નહીં.

1 કલાકની મહેનત પછી કટરથી દરવાજો કાપ્યો
પિંડવારા પોલીસની મદદથી ACBએ લગભગ 1 કલાકની મહેનતે કટરથી દરવાજો કાપી નાખ્યો હતો. આ કાર્યવાહી મોડી રાત સુધી ચાલુ રહી હતી. ACBનો દાવો છે કે તેણે લગભગ 20 લાખ રૂપિયાની નોટો સળગાવી દીધી છે. ઘટનાસ્થળેથી ACBને અડધી બળેલી નોટો મળી આવી છે.

ખૂલી બોલીની હરાજી માટે 5 લાખ રૂ.ની માગણી કરી હતી
સાંડિયાના રહેવાસી મૂલસિંહે આ મામલે ACBને ફરિયાદ કરી હતી. મૂળસિંહે આરોપ લગાવ્યો હતો કે પિંડવારા રેન્જમાં આમળાંની છાલની ખૂલી બોલીથી હરાજી કરાતી હતી. ઈન્સ્પેક્ટર કલ્પેશ જૈને આ કરાર માટે 5 લાખ રૂપિયાની માગ કરી હતી. આ બાબતે તેમણે RI પર્બતસિંહને કહ્યું હતું કે પહેલાં 1 લાખ રૂપિયા આપી દો, ત્યાર પછી કામ પૂરું થતાં બીજા 4 લાખ આપજો.

આમળાંની છાલની ખુલ્લી બોલીની હરાજી થવાની હતી. કરાર આપવાના બદલામાં તહસીલદાર કલ્પેશ જૈને 5 લાખની લાંચ માગી હતી.

આમળાંની છાલની ખુલ્લી બોલીની હરાજી થવાની હતી. કરાર આપવાના બદલામાં તહસીલદાર કલ્પેશ જૈને 5 લાખની લાંચ માગી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here