- DCP સજ્જનસિંગ, રિલાયન્સના મેનેજર, જ્વેલરી એક્ષપોર્ટર, સિવિલ-સ્મીમેરના તબીબ સંક્રમિત
- સુરત શહેરની સાથે જિલ્લામાં પણ કોરોના પોઝિટિવના કેસમાં વધારો થઈ રહ્યો છે, આંક 2240
સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 11969 થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 532 થઈ ગયો છે. ગતરોજ 150 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 7903 વ્યક્તિઓ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે.
રીલાયન્સના મેનેજર, આસી. મેનેજર અને એક્ઝિક્યુટિવ સંક્રમિત
લિંબાયત ઝોન વિસ્તારમાં રહેતા અને હજીરાની રિલાયન્સ કંપનીમાં ફરજ બજાવતા મેનેજર, કતારગામ વિસ્તારમાં રહેતા અને રિલાયન્સમાં ફરજ બજાવતા આસી. મેનેજર તેમજ સાઉથ વેસ્ટ ઝોન વિસ્તારમાં રહેતા અને રિલાયન્સમાં ફરજ બજાવતા એક્ઝિક્યુટિવ સંક્રમિત થયા છે.
પાલિકાના વધુ દસ કર્મચારીઓ સંક્રમિત
પાલિકાના કર્મચારીઓમાં સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે. શનિવારે પાલિકાના દસ જેટલા કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં પાલિકાના વેક્સીન ડિપાર્ટમેન્ટના SSI, લેપ્રસી ડિપાર્ટમેન્ટના SSI, પાલિકાના અઠવા ઝોનના SI, રાંદેર વોર્ડ ઓફિસના SSI, લિંબાયત અર્બન હેલ્થ સેન્ટરની નર્સ, પાલિકાના બે ડ્રાઈવર, આયા, લિંબાયત ઝોનના પ્રાઈમરી હેલ્થ વર્કર, ઉન અર્બન હેલ્થ સેન્ટરના ઓપરેટર તેમજ સ્મીમેરના વોર્ડ બોયનો રિપોર્ટ શનિવારે પોઝિટિવ આવ્યો છે.
સિવિલના 3 સ્મીમેરના 1 સહિત 6 તબીબ સંક્રમિત
સિવિલ કેમ્પસમાં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા બે તબીબ અને સાઉથ ઝોન વિસ્તારમાં રહેતા અને સિવિલમાં ફરજ બજાવતા એક તબીબ સંક્રમિત થયા છે. તેવી જ રીતે વરાછા વિસ્તારમાં રહેતા અને સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ પણ સંક્રમિત થયા છે. જ્યારે રાંદેર વિસ્તારમાં રહેતા ખાનગી તબીબ અને વરાછા વિસ્તારમાં રહેતા મહાવીર હોસ્પિટલના મેડિકલ ઓફિસર પણ સંક્રમિત થયા છે.
હેડ ક્વાર્ટરના DCP સજ્જનસિંગ પરમાર સંક્રમિત
DCP સંજજનસિંગ પરમાર પણ સંક્રમિત થયા છે. હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા DCP સજ્જનસિંગને કોરોનાના લક્ષણો જણાતા તપાસ કરાવી હતી. જેનો રિપોર્ટ શનિવારે પોઝિટિવ આવ્યો હતો. તેઓ હાલ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.